RBIએ નિયમ બદલ્યો : રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ATM ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા

0
5

જો તમે બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ ATM ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા છે. RBIએ બેંકોને નાણાંકીય-ગેર-નાણાંકીય ATM ટ્રાન્ઝૅક્શન ફી વધારવાની મંજૂરી આપી છે. RBIએ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ જાણકારી આપી છે.

ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી કેશ વિથડ્રોઅલ પર 21 રૂપિયાનો ચાર્જ લાગશે
RBIએ ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી કેશ વિથડ્રોઅલ પર લાગતા ચાર્જને વધારવા મંજૂરી આપી છે. અત્યાર સુધી બધી બેંક 20 રૂપિયા ચાર્જ વસૂલતી હતી. તેમાં ટેક્સ સામેલ નથી. RBIએ કહ્યું કે, ઇન્ટરચેન્જ ફી વધારે હોવાને લીધે ભરપાઈ કરવા માટે બેંક ગ્રાહકો પાસેથી ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી તેના ચાર્જમાં વધારો કરી શકશે. RBIનાં જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી બેંક પોતાના ગ્રાહકો પાસેથી હવે 20 રૂપિયાને બદલે 21 રૂપિયાનો ચાર્જ લઈ શકશે. તેમાં ટેક્સ સામેલ નથી. આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. ATM કેશ વિથડ્રોઅલ પર લેવાતા ચાર્જમાં 7 વર્ષ પછી વધારો કરવામાં આવ્યો છે.

ઇન્ટરચેન્જ ચાર્જ 15થી 17 રૂપિયા કર્યો
RBIએ ATM ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલા ઇન્ટરચેન્જ ચાર્જમાં પણ વધારો કરવા મંજૂરી આપી છે. દરેક બેંક પોતાના ATM ટ્રાન્ઝૅક્શનનો ઇન્ટરચેન્જ ચાર્જ વધારી શકશે. આ ચેન્જ પછી ગેર નાણાંકીય ટ્રાન્ઝૅક્શન ચાર્જ 5 રૂપિયાથી 6 રૂપિયા અને નાણાંકીય ચાર્જ 15થી 17 રૂપિયા હશે. જો કે, ઇન્ટરચેન્જ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો નથી. ઇન્ટરચેન્જ ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલા નિયમોમાં 9 વર્ષ પછી ફેરફાર થયો છે. આ નિયમ 1 ઓગસ્ટ 2021થી લાગુ થશે.

ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝૅક્શન મળતા રહેશે
RBIએ કહ્યું કે, નિયમોમાં ફેરફાર પછી પણ ગ્રાહકોને પોતાની બેંકના એટીએમમાં 5 ફ્રી ટ્રાન્ઝૅક્શનની સુવિધા મલ્ટી રહેશે. આ ઉપરાંત બેંક ગ્રાહકોને બીજી બેંકના ટ્રાન્ઝૅક્શનની સુવિધા પણ મલ્ટી રહેશે. હાલના સમયે બેંક ગ્રાહકો બીજી બેંકની એટીએમમાં મેટ્રો શહેરમાં 3 ટ્રાન્ઝૅક્શન અને નોન-મેટ્રો શહેરમાં 5 ટ્રાન્ઝૅક્શનની ફ્રી સુવિધા મળી રહી છે.

2012માં ઇન્ટરચેન્જ ચાર્જ સાથે જોડાયેલા નિયમ બદલ્યા હતા
આની પહેલાં RBIએ એટીએમ ટ્રાન્ઝૅક્શન માટે ઇન્ટરચેન્જ નિયમોમાં 2012માં ફેરફાર કર્યા હતા. ગ્રાહકોના ATM ટ્રાન્ઝૅક્શન ચાર્જમાં ઓગસ્ટ 2014માં ફેરફાર કર્યો હતો. ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલા ચાર્જમાં ફેરફાર કરવા માટે RBIએ જૂન 2019માં એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીને લીધે જ હાલ એટીએમ ટ્રાન્ઝૅક્શન ચાર્જમાં વધારો કરવાની મંજૂરી મળી છે.

દેશમાં ATMની સંખ્યા
31 માર્ચ, 2021 સુધી દેશમાં ઓનસાઈટ ATMની સંખ્યા 1,15,605 હતી. ઓફ સાઈટ ATMની સંખ્યા 97,970 હતી. 31 માર્ચ 2021 સુધી દેશમાં દરેક બેંકના આશરે 90 કરોડ ATM કાર્ડ ચલણમાં હતા. દેશમાં HSBC બેંકે મુંબઈમાં પ્રથમ ATM મુકાવ્યું હતું. એ પછીનાં 12 વર્ષમાં દેશમાં ATMની સંખ્યા વધીને 1500 ઉપર પહોંચી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here