શેર બજારની તેજી પર RBIના ગર્વનર શક્તિદાસે આપી ચેતવણી, કહ્યું કે……

0
6

ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે શરધારકોને ચેતવણી આપતાં કહ્યું કે શેર બજારની સ્થિતિ હાલની અર્થવ્યવસ્થા મુજબ જોવા મળી રહી નથી, જેને લઇને તેમાં ઘટાડો જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના કારણે જ્યારે દેશ-દુનિયાની અર્થવ્યવસ્થા હાલ ખરાબ મંદીમાંથી પસાર થઇ રહી છે. આ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 20 ટકા સુધીના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, એવામાં શેર બજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ કારણને લઇને પહેલા પણ કેટલાંક નિષ્ણાંતો ચેતવણી આપી ચૂક્યાં છે શેર બજારનું અસલ અર્થવ્યવસ્થા સાથે કોઇ લિંક જોવા મળી રહ્યું નથી. પરંતુ રિઝર્વ બેંકના ગર્વનરનું આ નિવેદન ઘણું મહત્વનું રાખે છે.

શું કહ્યું શક્તિકાંત દાસે…

આરબીઆના ગર્વનર શક્તિકાંત દાસે એક કાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાના મત અનુસાર સિસ્ટમમાં ઘણી રોકડ છે. જેના કારણે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ આ અસલ અર્થવ્યવસ્થાથી અલગ છે. શેર બજારમાં ચોક્કસથી ઘટાડો જોવા મળશે, પરંતુ આ ઘટાડો ક્યારે થશે, હાલમાં એ કહેવું શક્ય નથી.

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યાં મુજબ આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટીમાં ક્રમશઃ 35.2 ટકા અને 37.1 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here