RBIનો આદેશ : 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ બેંકોમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ લાગુ થશે

0
7

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની તમામ બ્રાંચમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ને લાગુ કરવા માટે કહ્યું છે. ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. આ સિસ્ટમને લાગુ કર્યા બાદ ચેક ક્લિયરન્સ ઝડપી બનશે અને કામ ઝડપથી પૂરું થશે.

2010માં ચેક ટ્રંકેશન સિસ્ટમ આવી હતી

ચેક ટ્રંકેશન સિસ્ટમ વર્ષ 2010થી શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 1,50,000 બ્રાંચમાં લાગુ થઈ શકી છે. તેને ધ્યાનમાં રાખીને હવે RBIએ તમામ બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે, ‘જોવામાં આવ્યું છે કે બેંકોની ઘણી બ્રાંચોએ કોઈપણ પ્રકારની ઔપચારિક ક્લિયરન્સ સિસ્ટમથી દૂર રાખવામાં આવી છે. તેના કારણે તેમના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે સમય વધારે લાગે છે અને ચેક કલેક્શનમાં ચાર્જ પણ વધારે આવે છે. તેને ધ્યાનમાં રાખીને તમામ બ્રાંચોમાં ઈમેજ આધારિત CTS 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ કરવામાં આવે.’

શું છે ચેક ટ્રંકેશન સિસ્ટમ?

ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રકિયા છે. તેમાં જાહેર કરવામાં આવેલા ફિઝિકલ ચેક માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં, પરંતુ ચેકના ફોટાને લઈને તેને ક્લિયર કરવામાં આવે છે. હકીકતમાં જૂની વ્યવસ્થામાં ચેક જે બેંકમાં રજૂ કરવામાં આવે છે, ત્યાંથી ડ્રોવી બેંક બ્રાંચમાં મોકલવામાં આવે છે. આ પ્રકારે તેને ક્લિયર થવામાં સમય લાગે છે. ​​​​​​​

CTS કેવી રીતે કામ કરે છે?

તેના અંતર્ગત ચેક ક્લિયર કરવા માટે એક બેંકમાંથી બીજી બેંકમાં જવાની જરૂરી નહીં પડે, ઉપરાંત તેની ઈલેક્ટ્રિક ઈમેજ પણ મોકલી શકાય છે, જેનાથી કામ ઝડપી અને સરળ થઈ જાય છે. તેની સાથે અન્ય જરૂરી જાણકારી જેમ કે, MICR (મેગ્નેટિક ઈંક કેરેક્ટર રેકગ્નિશન) બેન્ડ, વગેરે મોકલી શકાય છે. તેના દ્વારા સમયની બચત થાય છે. જેના કારણે આ પ્રોસેસ 24 કલાકમાં સંપૂર્ણ થઈ જાય છે. જે ગ્રાહકોની પાસે CTS સ્ટાન્ડર્ડ ચેક ન હોય તેવા ગ્રાહકોએ તેમના ચેક બદલવા પડશે. આ મલ્ટી સિટી ચેક છે. ​​​​​​​

છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે

ચેક ક્લિયરિંગ માટેના સમયને ઘટાડવા અને તેનાથી થતી છેતરપિંડીને રોકવા માટે CTS લાગુ કરવામાં આવી હતી. CTS દ્વારા વેરિફિકેશન સરળ અને ઝડપી થાય છે, જેના કારણે છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે. CTSથી પહેલા ચેક ક્લિયર થવામાં ઘણો સમય લાગતો હતો, જેના કારણે ન માત્ર ગ્રાહકો, પરંતુ બેંકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ​​​​​​​

​​​​​​​તેના ફાયદા

CTS ચેકનું ક્લિયરિંગ 24 કલાકમાં થઈ જાય છે

આવા ચેકનો નકલી ચેક તરીકે ઉપયોગ નથી કરી શકાતો

દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ બેંકમાં ક્લિયરિંગની સુવિધા

પેપર ક્લિયરિંગને લઈને થતા જોખમથી પણ છૂટકારો મળે છે

બેંકો અને ગ્રાહકો બંનેને માટે આ સુવિધા આરામદાયક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here