ફોર્બ્સ મોસ્ટ ઇન્ફ્લુએન્સલ ડિજિટલ સ્ટાર:અમિતાભ બચ્ચન, અક્ષય કુમારથી લઈને હ્રિતિક રોશન સુધી, આ છે બોલિવૂડના 10 સૌથી મોટા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર

0
20

લોકડાઉન અને કોરોના મહામારીને કારણે આ વર્ષે ઘણા બધા પ્રમોશનલ ઇવેન્ટ, ફિલ્મ શૂટિંગ, ફિલ્મ રિલીઝ, કોન્સર્ટ અને પ્રોગ્રામ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા મારફતે જ ફેન્સને ભરપૂર મનોરંજન આપ્યું છે. તેમાં અમુક સેલેબ્સ એવા પણ છે જેમણે પોતાના સોશિયલ મીડિયા ફેન બેઝનો ઉપયોગ કરીને કોવિડ 19 વોરિયર્સ અને સરકાર માટે ફંડ રેઝ કરવામાં પણ યોગદાન આપ્યું. હાલમાં જ ફોર્બ્સ દ્વારા સૌથી વધુ ઇન્ફ્લુએન્સલ ડિજિટલ સ્ટાર્સનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ સામેલ છે.

અમિતાભ બચ્ચન
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મો સિવાય તેમના સોશિયલ મીડિયા મારફતે પણ લોકોને ઘણા એન્ટરટેન કરે છે. બિગ બીના સોશિયલ મીડિયા પર 105 મિલિયન ફોલોઅર્સ છે જેના મારફતે મે મહિનામાં 7 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરવામાં મદદ કરી હતી.

અક્ષય કુમાર
ફોર્બ્સ લિસ્ટમાં અક્ષય કુમાર બોલિવૂડના બીજા સૌથી વધુ ઇન્ફ્લુએન્સર સ્ટાર છે. એક્ટરનું સોશિયલ મીડિયા પર 131 મિલિયન ફેન ફોલોઇંગ છે. અક્કીએ કોરોના રિલીફ ફંડમાં 4 મિલિયન ડોલરનું યોગદાન આપવાની સાથે આઈ ફોર ઇન્ડિયા ફંડ રેઝિંગ કોન્સર્ટમાં ભાગ લીધો હતો. આ કોન્સર્ટ દ્વારા 520 મિલિયન રૂપિયાનું ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ સિવાય અક્ષય બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનારો એક્ટર પણ છે.

આલિયા ભટ્ટ
બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસમાંની એક આલિયા ભટ્ટનું સોશિયલ મીડિયા પર 74 મિલિયન ફેન ફોલોઇંગ છે. એક્ટ્રેસ 18 મોટી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર છે જેમાં કોકા-કોલા, ગાર્નિયર, ઉબર ઈટ સામેલ છે.

શાહરુખ ખાન
બોલિવૂડના શહેનશાહ ભલે થોડા વર્ષોથી ફિલ્મોથી દૂર હોય પણ તેની ફેન ફોલોઇંગ હજુ અકબંધ છે. એક્ટરની સોશિયલ મીડિયા પર 106 મિલિયન લોકોની ફેમિલી છે. શાહરુખ ખાને આઈ ફોર ઇન્ડિયા માટે થયેલા કોન્સર્ટમાં તેના દીકરા અબરામ સાથે કોરોના માટે ફંડ ભેગું કર્યું હતું. આ સિવાય એક્ટર ઘણા બધા NGOમાં પણ સતત ડોનેશન કરી રહ્યો છે.

રણવીર સિંહ
અદભુત એક્ટર રણવીર સિંહનું સોશિયલ મીડિયા પર 62 મિલિયન ફેન ફોલોઇંગ છે. એક્ટરની 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ 10મી હાઈએસ્ટ ગ્રોસિંગ બોલિવૂડ ફિલ્મ હતી. એક વર્ષ પહેલાં જ એક્ટરે તેનું રેકોર્ડ લેબલ સ્ટાર્ટ કર્યું છે.

હ્રિતિક રોશન
33 મિલિયન સોશિયલ મીડિયા ફેન ફોલોઅર્સ ધરાવતા હ્રિતિક રોશન સોશિયલ મીડિયા પર હાલ ઘણા એક્ટિવ છે. એક્ટરે લોકડાઉન દરમ્યાન આઈ ફોર ઇન્ડિયા કોન્સર્ટમાં ભાગ લઈને ફંડ એકઠું કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેમાં હ્રિતિકના અકાઉન્ટમાં 2 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા. 2019માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘વોર’ આ વર્ષની હાઈએસ્ટ ગ્રોસિંગ બોલિવૂડ ફિલ્મ હતી.

શાહિદ કપૂર
‘કબીર સિંહ’ એક્ટર શાહિદ કપૂરનો સોશિયલ મીડિયા પર 67 મિલિયન ફોલોઅર્સ ફેન બેઝ છે. આ સિવાય એક્ટર કોલગેટ અને ફેન્ટા જેવી મોટી બ્રાન્ડ્સનો એમ્બેસેડર છે.

જેકલીન ફર્નાન્ડિઝ
સોશિયલ મીડિયા પર તેના યોગ અને રસપ્રદ વીડિયોથી ફેન્સને એન્ટરટેન કરનારી જેકલીનના 46 મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસે લોકડાઉન દરમ્યાન ક્યારેક સોન્ગ ગાઈને તો કોઈવાર પેન્ટિંગ કરીને ઓડિયન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જેકલીન સોશિયલ મીડિયા પર ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલી પિત્ઝા હટ મીલ ઈન બોક્સની પ્રમોશનલ પોસ્ટને 3 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી.

કેટરીના કૈફ
બોલિવૂડ ડિવા કેટરીના કૈફનું સોશિયલ મીડિયા પર 15 મિલિયન ફોલોઇંગ છે. તે સોશિયલ મીડિયા મારફતે પ્રમોશન અને એન્ડોર્સમેન્ટ કરે છે. આ સિવાય એક્ટ્રેસે થોડા સમય પહેલાં તેની કોસ્મેટિક બ્રાન્ડ ‘કે બ્યુટી’ લોન્ચ કરી છે. એક્ટ્રેસની 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભારત’ આ વર્ષની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

અનુષ્કા શર્મા
ટૂંક સમયમાં માતા બનનારી અનુષ્કા શર્માના સોશિયલ મીડિયા પર 84 મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ ગુગલ ડ્યુઓ અને ચાર્ટડ બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર છે. 27 ઓગસ્ટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા મારફતે જાન્યુઆરીમાં પેરેન્ટ્સ બનવાનું અનાઉન્સમેન્ટ કર્યું હતું. વિરાટ દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ આ વર્ષની સૌથી વધુ લાઈક થયેલી પોસ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here