હળવદ : આર.સી.સી. ક્લબ ઓફ ટીકર દ્વારા નિઃશુલ્ક મહા નિદાન કેમ્પ યોજાયો.

0
43
હળવદ માં આવેલ ટીકર, અજિતગઢ, માનગઢ, કીડી,જોગડ,મિયાણી, વગેરે આજુબાજુના ગામના 750 થી વધુ વિવિધ પ્રકારના રોગના દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો. આ કેમ્પમાં દરેક દર્દીઓને દવાઓ ફ્રી આપવામાં આવી હતી તેમજ કાર્ડિયોગ્રામ,ડાયાબિટીસ વગેરે રિપોર્ટ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા.આ કેમ્પમાં હાડકાના સર્જન ડો. સાગર હાંસલીયા, હૃદય રોગનાં નિષ્ણાત ડો.ચિરાગ શાહ, દાંતના નિષ્ણાંત ડો. નીરવ પટેલ, બાળ રોગ નિષ્ણાંત ડો. રાહુલ પટેલ, ચામડી રોગના નિષ્ણાંત ડો. રવિ બાવરિયા, અને ડૉ. અમિત પટેલ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી અને નિદાન કરવામાં આવ્યું હતું.સ્વ: હીરાભાઈ ભવાનભાઈ દેથરીયા ના સ્મરણાર્થે દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ કેમ્પને પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, સેક્રેટરી મનીષભાઈ દેથરીયા, પ્રોજેક્ટ ચેરમેન  વિનોદભાઈ એરવાડિયા અને ડૉ. મનોજભાઈ વિડજા તેમજ સભ્યોએ સફળ બનાવ્યો હતો.
રોટરી કલબ ઓફ હળવદથી નરભેરામભાઈ અઘારા, ગોપાલભાઈ ઠક્કર, સુરેશભાઈ પટેલ, મહિપાલસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાણા ખાસ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here