Sunday, November 28, 2021
HomeRcomના શેરમાં 54% ઘટાડો, દેવાળીયા પ્રક્રિયામાં જવાની જાહેરાતની અસર
Array

Rcomના શેરમાં 54% ઘટાડો, દેવાળીયા પ્રક્રિયામાં જવાની જાહેરાતની અસર

મુંબઈઃ  અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ)ના શેરમાં સોમવારે 54 ટકાનો ઘટાડો આવ્યો છે. એનએસઈ પર તે 5.30 રૂપિયાના સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયો છે. શુક્રવારે તે 11.60 રૂપિયા પર બંધ થયો હતો. બીએસઈ પર શેર 48 ટકાના ઘટાડા સાથે 6 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે બીએસઈ પર પણ ક્લોઝિંગ 11.60 રૂપિયા પર થયું હતું. દેવું ન ચુકવી શકવાને કારણે આરકોમે શુક્રવારે કહ્યું હતું કે તે દિવાળીયા પ્રક્રિયા શરૂ કરવા માંગે છે. આ કારણે કંપનીના શેરમાં સોમવારે ઝડપી ઘટડો આવ્યો છે.

ગ્રુપની બીજી કંપનીઓના શેરમાં 29 ટકા સુધીનો ઘટાડો

  • અનિલ અંબાણીની બીજી કંપનીઓના શેરમાં સોમવારે ઝડપી ઘટાડો આવ્યો છે. રિલાયન્સ પાવર 29.22 ટકા તૂટ્યો હતો. રિલાયન્સ કેપિટલમાં 19.37 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર 16.51 ટકા અને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિરિંગમાં 13.70 ટકાનો ઘટાડો આવ્યો છે.
  • કેશ ક્રાઈસિસનો સામનો કરી રહેલી અનિલની આરકોેમ દેવું ચુકવવામાં નિષ્ફળ રહી છે. એવામાં કંપનીના બોર્ડે ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ(આઈબીસી) અંતર્ગત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) દ્વારા ફાસ્ટ ટ્રેક રીઝોલ્યુશન પ્રોસેસમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો છે. કંપની બોર્ડનું માનવું છે કે આ પગલું તમામ સંબધિત પક્ષોના હિતમાં હશે. તેનાથી 270 દિવસના નક્કી સમયમાં આરકોમની સંપતિ વેચીને દેવાની ચૂકવણીની પારદર્શી પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકશે.
  • આરકોમ પર 46,000 કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીએ શુક્રવારે કહ્યું છે કે બોર્ડ સંપતિ વેચીને દેવું ચુકવવાની યોજનાની સમીક્ષા કરી. તેમાં જાણવા મળ્યું કે 18 મહિના બાદ પણ પ્રસ્તાવિત યોજનાથી લેન્ડર્સને કશું જ મળ્યું નથી. આ યોજના 2 જૂન 2017ને બનાવવામાં આવી હતી.
  • આરકોમને એસેટ વેચીને 25,000 કરોડ રૂપિયા મળવાની શકયતા હતી. બીજી તરફ ટેલિકોમ વિભાગની મંજૂરી ન મળવાથી આરકોમ અને જિયોની ડીલ પણ અટકેલી છે. તેમાંથી 975 કરોડ રૂપિયા મળવાની શકયતા હતી. તેમાંથી 550 કરોડ રૂપિયા એરિક્સનને અને 230 કરોડ રૂપિયા રિલાયન્સ ઈન્ફ્રાટેલને ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments