Tuesday, September 21, 2021
HomeRComની 37 હજાર કરોડની રિકવરી કરવાનો પ્લાન નિષ્ફળ જતા ટ્રીબ્યુનલે સ્ટેટ બેન્કની...
Array

RComની 37 હજાર કરોડની રિકવરી કરવાનો પ્લાન નિષ્ફળ જતા ટ્રીબ્યુનલે સ્ટેટ બેન્કની ઝાટકણી કાઢી

મુંબઈઃ નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલે(NCLAT) અનિલ અંબાણી સંચાલિત રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ધિરાણ આપનારી મુખ્ય બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની બેન્કોની ઝાટકણી કાઢી હતી. બેન્કોએ ટેલિકોમ કંપનીની સંપતિના વેચાણ દ્વારા દેવાની રિકવરી કરવા અંગેનો પ્લાન રજૂ કર્યો હતો. પરંતુ આ સમગ્ર પ્લાન ખોટો સાબિત થયો હતો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે શા માટે કંપનીને ધિરાણ કરનારી બેન્કો સામે પગલા ને લેવામાં આવે.

આરકોમે એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચૂકવણી 19 માર્ચ સુધીમાં કરવાની છે

નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલના જસ્ટિસ એસ જે મુખોપાધ્યાય આ બાબતે સોમવારે ધિરાણ કરનારી બેન્કોને કહ્યું હતું કે તમે નિષ્ફળ છો. વેચાણ થયું જ નથી. વધુમાં બેન્ચે જણાવ્યું હતું કે શા માટે ધિરાણ કરનારી બેન્કો સામે પગલા ન લેવા જોઈએ. બેન્કોએ ટ્રિબ્યુનલને રિલાયન્સ કોમ્યુિનકેશન્સની 37,000 કરોડ રૂપિયાની રિકવરી કરવા માટે તેની સંપતિનું વેચાણ રિલાયન્સ જિયા ઈન્ફોકોમને કરવાનો પ્લાન રજૂ કર્યો હતો. પરંતુ આ પ્લાન સફળ થયો ન હતો, બેન્કોએ ટ્રિબ્યુનલને ગેરમાર્ગે દોરી છે. તો શા માટે તેમની સામે પગલા ન લેવા જોઈએ.
બેન્ચે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે બેન્કોએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની તરફેણ કરી હતી. અને જણાવ્યું હતું કે તેઓ 37000 કરોડ રૂપિયાની આરકોમની સંપતિ વેચાણ રિલાયન્સ જિયોને કરીને પૈસાની રિકવરી કરશે. ઉલ્લેખનીય છે કે આરકોમે સ્વિડિશ ટેલિકોમ ગીયર મેકર એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચૂકવણી 19 માર્ચ સુધીમાં કરવાની છે. અને આ ચૂકવણી કંપનીને જે ટેક્સ રિફન્ડ મળ્યું છે તેમાંથી કરવાની છે. પરંતુ આ મુદ્દે પણ સ્ટેટ બેન્કે તમામ લેન્ડર્સની પરવાનગી મળશે બાદમાં જ તે આ માટેનું ફન્ડ આપશે તેમ જણાવતા બેન્ચે આ બાબતે પણ બેન્કને ટકોર કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments