કાર ખરીદવા શો રૂમ પર જતાં પહેલાં સેલ્સ રિપોર્ટ વાંચો, ગયા મહિને કઈ ગાડીઓને ગ્રાહકોએ સૌથી વધુ પસંદ કરી જાણો

0
0

ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર ઓટો કંપનીઓ માટે સારો રહ્યો છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીનું વેચાણ 1,60,442 યૂનિટનાં વેચાણ સાથે 30% વધ્યું છે. સપ્ટેમ્બર 2020ના મહિનામાં 10 સૌથી વધુ વેચાતી ગાડીઓની લિસ્ટમાં મારુતિ સુઝુકીની સાત ગાડીઓ છે.

જો તમે પણ આ ફેસ્ટિવ સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો એકવાર આ લિસ્ટ જૂઓ કે લોકોને ગયા મહિનામાં કઇ કારો પસંદ આવી હતી.

મોડેલ યૂનિટ
1. મારુતિ સ્વિફ્ટ 22,643
2. મારુતિ બલેનો 19,433
3. મારુતિ અલ્ટો 18,246
4. મારુતિ વેગનઆર 17,581
5. મારુતિ ડિઝાયર 13,988
6. હ્યુન્ડાઇ ક્રેટા 12,325
7. મારુતિ સુઝુકી ઇકો 11,220
8. હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ 10,373
9. મારુતિ અર્ટિગા 9,982
10. હ્યુન્ડાઇ એલિટ i20 9,852
  • સ્વિફ્ટ ટોટલ 22,643 યૂનિટ સાથે સેલ્સ ચાર્ટમાં ટોપ પર છે. B2 સેગમેન્ટમાં હ્યુન્ડાઇ એલિટ i20 અને અલ્ટ્રોઝને પાછળ છોડીને બલેનો એકવાર ફરી આગળ નીકળી ગઈ છે. સપ્ટેમ્બરમાં તેના 19,433 યૂનિટ વેચાયાં. તેમજ, સપ્ટેમ્બર 2020માં અલ્ટો એન્ટ્રી લેવલ હેચબેકે 18,246 યૂનિટ્સ વેચ્યાં.
  • મારુતિ વેગનઆર ગયા મહિને 17,581 યૂનિટ વેચાયાં હોવાથી ચોથા નંબરે રહી. કોમ્પેક્ટ સિડેન સેગમેન્ટમાં ડિઝાયર પણ આગળ નીકળી ગઈઊ. ડિઝાયરે ગયા મહિને ટોટલ 13,988 વેચ્યાં હતાં. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટા કોમ્પેક્ટ SUVવી સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ કરનારી કાર હતી. તેણે ગયા મહિને 12,325 યૂનિટ વેચ્યાં હતાં. જો કે, તે વોલ્યુમમાં ડીઝાયરથી પાછળ છે અને લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. જો કે, માર્ચ 2020માં ક્રેટાની નેક્સ્ટ જનરેશન મોડેલ આવ્યા બાદ જ તેનું વેચાણ સતત વધ્યું છે.
  • હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસની સીધી સ્પર્ધા મારુતિ સુઝુકી સ્વિફ્ટ સાથે છે. પરંતુ ગયા મહિને 10,373 યૂનિટ વેચાયાં બાદ તે આઠમા નંબરે પહોંચી ગઈ છે. ત્યારબાદ લિસ્ટમાં મારુતિ સુઝુકી અર્ટિગા છે. અર્ટિગાએ સેલ્સ ચાર્ટમાં 9,982 યૂનિટના વેચાણ સાથે નવમા નંબરે પોતાની જગ્યા બનાવી.
  • એલિટ i20 લિસ્ટમાં છેલ્લા નંબરે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. આગામી મહિને તેનું ન્યૂ જનરેશન મોડેલ એન્ટ્રી કરવાનું છે, જે્ના એક્સટિરિયર અને ઇન્ટિરિયરમાં અનેક ફેરફાર જોવા મળશે. ગયા મહિને એલિટ i20ના કુલ 9,852 યૂનિટ વેચ્યાં હતાં.
  • જો કે, કિઆની નવી સબ-કોમ્પેક્ટ SUV સોનેટે ગયા મહિને 9,266 યૂનિટ વેચ્યાં હતાં અને તે ટોપ-10ની લિસ્ટમાંથી બહાર રહી. ગયા મહિને લોન્ચ થયેલી સોનેટ કોમ્પેક્ટ SUV અનેક સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સથી સજ્જ છે. તેમાં ડીઝલમાં 6-સ્પીડ ટોર્ક-કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન અને UVO કનેક્ટ સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે 57-ઇન કાર કનેક્ટિવિટી ફીચર્સ ઓફર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here