ચીનને જવાબ આપવાની તૈયારી : અમેરિકાના NSAએ કહ્યું- સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે મળીને સ્ટ્રેટેજી બનાવીશું, ચીનનું વર્તન ખૂબ જ આક્રમક

0
0

સાઉથ ચાઈનાના સમુદ્ર સહિત વિશ્વના ઘણા હિસ્સામાં ચીનના વલણને અમેરિકાએ ખૂબ જ આક્રમક ગણવતા તેનો મુકાબલો કરવાની તૈયારી પર ભાર મૂક્યો છે. અમેરિકાના NSA(નેશનલ સિક્યોરિટી એડવાઈઝર) રોબર્ટ ઓબ્રાયને એ વાત સ્પષ્ટ કરી છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ મુલાકાત કરીને સ્ટ્રેટેજી બનાવશે. બ્રાયને કહ્યું કહ્યું કે ચીનનું વલણ ખૂબ જ આક્રમક છે અને અમેરિકા જાણે છે કે તેનો કઈ રીતે સામનો કરી શકાય.

પહેલા પોમ્પિયો કરશે વાતચીત
બ્રાયને કહ્યું કે અધિકારીઓની બેઠક પહેલા વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરશે. આ દરમિયાન બેઠકનો એજન્ડા નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે હિન્દ મહાસાગરમાં ચીનની હરકતોને સહન કરી શકાશે નહિ.

ચીનને ત્રણે તરફથી ઘેરવામાં આવશે
બ્રાયને કહ્યું કે હિન્દ મહાસાગર અને દક્ષિણ ચીન સાગરમાં ચીન જે કરી રહ્યું છે, તેનો મુકાબલો ચોક્કસ રીતે કરી શકાશે. અમેરિકા અહીં મોટી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. અમે સ્ટ્રેટેજિકલ, સૈન્ય અને આર્થિક સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને રણનીતી બનાવી રહ્યાં છે. ચીને તેની હરકતોનું પરિણામ ભોગવવું પડશે.

સમુદ્ર પર ચીનનો હક નથી
એક સવાલના જવાબમાં ઓ બ્રાયને કહ્યું- ચીને એ વાતને સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે તે વિશ્વના કોઈ પણ સમુદ્ર ક્ષેત્રને પોતાનું ન ગણાવી શકે. તેના ઉપયોગનો હક બધાને છે. એરસ્પેસના મામલા જેવો જ આ મામલો છે. સમુદ્રના રસ્તાથી અવર-જવર કરવામાં કોઈ અડચણ ન પેદા કરી શકે. જો આવું કોઈ પણ ષડયંત્ર થયું તો અમેરિકા અને તેના સહયોગીઓને તેનો જવાબ આપતા આવડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here