નવા વર્ષમાં હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર, ૪૮ કલાક કોલ્ડવેવની આગાહી

0
20

વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઈ ચૂકી છે. અન આ નવા વર્ષે જ ગુજરાતીઓ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જજો. કેમ કે, આગામી બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છના પાટનગર ભુજ અને નલિયામાં ઠંડીનો પારો ગગડીને સિંગલ ડિજિટ પર પહોંચી ગયો છે. કોલ્ડ સિટી ગણાતાં નલિયામાં આજે ૭.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તો કચ્છમાં ઠંડીને કારણે શાળાઓનો સમય ૩૦ મિનિટ મોડો કરી દેવામાં આવ્યો છે.નવા વર્ષની શરૂઆતે જ રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે.

નલિયામાં ૭.૮ ડિગ્રી, ભુજમાં ૭ ડિગ્રી તાપમાન, અમરેલીમાં ૮.૬ ડિગ્રી, રાજકોટ ૮.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો કંડલા એરપોર્ટ ૯.૮, ડીસામાં ૧૦.૬ ડિગ્રી, પોરબંદરમાં ૧૦.૬ ડિગ્રી અને મહુવા ૧૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં ૧૧.૫ અને ગાંધીનગરમાં ૧૨.૨ ડિગ્રી, દીવમાં ૧૨.૨ ડિગ્રી તો અમદાવાદમાં ૧૨.૮, ભાવનગરમાં ૧૩ અને વડોદરામાં ૧૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.કચ્છમાં ઠંડીનું જોર વધતાં લોકોનાં જનજીવન પર અસર પડી રહી છે. વહેલી સવારે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સતત વધી રહેલ ઠંડીને લઈ શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નિયત સમય કરતા ૩૦ મિનિટ મોડી શાળા ખોલવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here