રિલેશનશિપ માટે તૈયાર છે, પણ લગ્ન માટે નહીં?: સારા અલી ખાન

0
23

કાર્તિક આર્યને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે લગ્ન માટે તૈયાર નથી. એના પર તરત પ્રતિક્રિયા આપતાં સારા અલી ખાને કહ્યું હતું કે તે રિલેશનશિપ રાખવા તૈયાર છે, પરંતુ લગ્ન માટે તૈયાર નથી. કાર્તિક અને સારાના અફેરની ચર્ચા પણ ખાસ્સી ચગી હતી. આ બન્ને પોતાની ‘લવ આજ કલ 2’ના પ્રમોશન માટે ‘ઇન્ડિયન આઇડલ 11’ના સેટ પર પહોંચ્યાં હતાં. આ શોમાં તેમની સાથે ગેમ ઑફ ટ્રુથ્સ રમવામાં આવી હતી. એ દરમ્યાન કાર્તિક આર્યને કહ્યું હતું કે તે હજી સુધી લગ્ન માટે તૈયાર નથી. તેને કામ પર ધ્યાન આપવું છે. કાર્તિકના આવા વક્તવ્ય પર તેની મજાક ઉડાવતાં સારાએ કહ્યું હતું કે ‘તું રિલેશનશિપમાં રહેવા માટે તૈયાર છે, પરંતુ લગ્ન નથી કરવા?’

આટલું જ નહીં, કાર્તિકે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તે તેના એક્સની સાથે ફ્રેન્ડશિપ ન રાખી શકે. જોકે સારાના વિચાર તેના કરતા અલગ છે. સારાનું માનવું છે કે તે તેના એક્સ સાથે ફ્રેન્ડ્લી રિલેશન્સ રાખી શકે છે એમાં તેને કોઈ વાંધો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here