વાસ્તવિકતા કે અફવા : ચીનના આ સહકર્મચારીના કારણે બિલ ગેટ્સના છુટાછેડા થયા

0
3

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે પોતાની પત્ની મેલિંડા ગેટ્સને છુટાછેડા આપવા જઈ રહ્યાં છે. જોકે અત્યાર સુધી આ ચર્ચિત છુટાછેડાના કારણોનો ખુલાસો થઈ શકયો નથી. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં એક મહિલાનું નામ બહાર આવ્યું છે. તે મુજબ આ મહિલા બિલ અને મેલિંડાના છુટાછેડાનું કારણ છે.

ઓનલાઈન અફવાઓ ચગાવ્યો મામલો
ઘણી ઓનલાઈન અફવાઓ મુજબ, બિલ અને ચીનની રહેવાસી મહિલા જ્હે શેલી વાન્ગનું અફેર ચાલી રહ્યું હતું. જોકે આ અફવા વધી ગયા પછી વાન્ગ પોતે બહાર આવી છે અને તેણીએ ચીનની લોકપ્રિયા સોશિયલ મીડિયા વાઈબૂ પર પોતાનો પક્ષ રાખ્યો છે અને આ અફવાહનું ખંડન કર્યું છે.

વાન્ગે ચીનની મેડરિન ભાષામાં કર્યો ખુલાસો
વાન્ગે ચીનની મેડરિન ભાષામાં લખ્યું છે કે ને લાગ્યું કે આ અફવાહ તેની જાતે જ ખતમ થઈ જશે કારણે આ અફવાહ કોઈ પાયા વગરની છે. જોકે મને એ વાતનો ખ્યાલ ન હતો કે આ અફવા આટલી હદે પ્રસરશે. હું એ તમામ લોકોને શુભેચ્છા આપુ છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને આ અફવાને ખત્મ કરવામાં મદદ કરી.

વાન્ગ એક પ્રોફેશનલ ટ્રાન્સલેટર છે
જ્હે શેલી વાન્ગ 36 વર્ષની છે અને ચીનથી અમેરિકા આવી ગઈ હતી. તે હાલ સિએટલ શહેરમાં રહે છે અને તેણીએ લગ્ન કર્યા નથી. તે એક પ્રોફેશનલ ટ્રાન્સલેટર છે અને તે બિલ ગેટ્સ ફાઉન્ડેશન સિવાય યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલ માટે પણ કામ કરી ચૂકી છે.

બ્રિગહમ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો
વાન્ગે બ્રિગહમ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેણીને મેડરિન, અંગ્રેજી અને કોંટોનેસ ભાષા આવડે છે. રિપોર્ટ્સ મુજબ, તેણીએ ગેટ્સ ફાઉન્ડેશનની સાથે ફ્રીલાન્સ કામ કર્યું છે. આ સિવાય તે કોરોના કાળથી પહેલા સુધી અમેરિકા અને શંઘાઈની ફ્લાઈટ્સમાં પણ કામ કરી ચૂકી છે.

અન્યની વૈવાહિક જીંદગીમાં દખલ કરવામાં તેને રસ નથી
વોન્ગના મિત્ર લીએ આ અંગે એક બ્લોગ પોસ્ટ પણ લખી છે. તેમણે લખ્યું કે વોન્ગ મેરી જુની સહકર્મચારી અને દોસ્ત છે. તે એક એવી મહિલા છે, જેમાંથી ઘણી પ્રેરણા લઉં છું. હું એ વાત પર વિશ્વાસ કરી શકતો નથી કે તે બીજા લોકોની વૈવાહિક જીંદગીમાં દખલ કરવાની કોશિશ કરી શકે.

ખૂબ જ મહત્વકાંક્ષી
લીએ વધુમાં કહ્યું કે તે ખૂબ જ મહત્વકાંક્ષી છે અને તે ઘણા પ્રકારના કામ કરવા છતા પણ પોતાને પુશ કરવાની કોશિશ કરે છે. તેણે બે વર્ષ પહેલા જ પાયલટનું લાઈસન્સ પણ પ્રાપ્ત કર્યું હતું અને તે પાયલટ ટ્રેનિંગ પણ પુરી કરી ચૂકી છે.

છુટાછેડાની જાહેરાત પછી ટાઈમ મેગેઝિનનો આર્ટિકલ વાઈરલ થયો
નોંધનીય છે કે બિલ ગેટ્સના છુટાછેડાની જાહેરાતની સાથે ટાઈમ મેગેઝીનનો એક આર્ટિકલ વાઈરલ થવા લાગ્યો હતો અને તેના કારણે તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી માહિતી બહાર આવી હતી. આ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું કે બિલ ગેટ્સનો પોતાની પત્ની સાથે એક અજીબ કરાર હતો.

બિલ ગેટ્સને તેની પત્ની સાથે હતો આ કરાર
આ કરાર મુજબ બિલ ગેટ્સ દર વર્ષે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ એન વિનબ્લેડને મળવા માટે એક સીક્રેટ બીચહાઉસ પર જતા હતા. ન્યુયોર્ક પોસ્ટે તાજેતરમાં જ આ સિક્રેટ બીચહાઉસની તસ્વીર જાહેરા કરી હતી. રિપોર્ટ્સ મુજબ, આ બીચહાઉસ એનનું છે અને આ લોકેશન લોકોમાં ખુબ જ જાણીતુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here