Monday, May 23, 2022
Homeરિયાલિટી શો / કરન પટેલ બાદ હવે શિવિન નારંગ 'ખતરો કે ખિલાડી...
Array

રિયાલિટી શો / કરન પટેલ બાદ હવે શિવિન નારંગ ‘ખતરો કે ખિલાડી 10’માં જોવા મળશે

- Advertisement -

કિરણ જૈન, મુંબઈઃ ‘ખતરો કે ખિલાડી’ની દસમી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. આ શોને બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરવાનો છે. આ શોમાં સેલેબ્સ સ્ટન્ટ્સ કરતા હોય છે. હવે, શોના મેકર્સે સ્પર્ધકોનો અપ્રોચ કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી અનેક જાણીતા ટીવી સેલેબ્સના નામ સામે આવ્યા છે. જોકે, આમાંથી ઘણાં જ ઓછા સેલેબ્સે શોમાં કામ કરવાનો રસ દાખવ્યો છે. આ શોમાં કરન પટેલ બાદ હવે શિવિન નારંગે કામ કરવાની હા પાડી છે.

શિવિન નારંગે હા પાડી
ટીવી એક્ટર શિવિન નારંગ છેલ્લે ‘ઈન્ટરનેટવાલા લવ’માં જોવા મળ્યો હતો. શિવિને ‘ખતરો કે ખિલાડી’માં કામ કરવાની હા પાડી દીધી છે. શિવિન ‘એક વીર અરદાસઃ વીરા’, ‘સુરવીન ગુગ્ગલ’ જેવા શોમાં જોવા મળ્યો હતો.

કરન પટેલે તૈયારી શરૂ કરી
કરન પટેલ હાલમાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, કરન ખાસ ડાયટ પ્લાન સાથે સ્પેશિયલ વર્કઆઉટ કરી રહ્યો છે. તેનું પૂરું ધ્યાન આ શોના વિનર બનવા પર છે. કરન પહેલી ઓગસ્ટે બલ્ગેરિયા જવા રવાના થશે. આ વખતે ‘ખતરો કે ખિલાડી’ અહીંયા શૂટ થવાનું છે. હાલમાં કરને પોતાના શો ‘યે હૈં મહોબ્બતે’માંથી બ્રેક લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular