Tuesday, September 21, 2021
Homeરિયાલિટી : વાપી-વલસાડમાં બેડ જ નથી, હોસ્પિટલે કહ્યું કે; આ તમારો 115મો...
Array

રિયાલિટી : વાપી-વલસાડમાં બેડ જ નથી, હોસ્પિટલે કહ્યું કે; આ તમારો 115મો કોલ છે

સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાને પણ કોરોના મહામારીએ અજગરી ભરડાંમાં લીધો છે. વલસાડ અને વાપીની મહત્વની હોસ્પિટલમાં ક્યાંક બેડની સુવિધા છે તો કોઇ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા નથી. કોરોના દર્દીને આસાનીથી સારવાર મળી રહે અને હોસ્પિટલમાં એડમિટ થવા માટે ભટકવું ન પડે એ આશયથી શનિવારે જિલ્લા કલેકટર આર.આર. રાવલે મહત્વની 9 હોસ્પિટલના ટેલીફોન નંબર જાહેર કર્યા છે જેથી કરીને દર્દીના સંબંધી હોસ્પિટલમાં ઈન્ક્વાયરી કરીને જઇ શકે.

તંત્ર દ્વારા ફાળવેલા હોસ્પિટલના નંબર ઉપર ફોન કરીને રીયાલિટી ચેક કરતાં એકપણ હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું ન હતું. વલસાડની એક હોસ્પિટલે તો કહ્યું કે, આજે આ તમારો 115મો કોલ છે પણ હોસ્પિટલમા઼ જગ્યા જ નથી બે દિવસ પછી તપાસ કરશો એવું જણાવ્યું હતું. એક તરફ આરોગ્ય અને વહીવટી તંત્ર દર્દીઓને સારવાર મળી રહે તે માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ કોરોના વિસ્ફોટ વચ્ચે મોટા ભાગની હોસ્પિટલોમાં નવા દર્દીને એડમિટ કરી શકાય તેવી સ્થિતિમાં નથી. આ સંજોગોમાં રવિવારે વધુ હોસ્પિટલને પરવાનગી આપી છે.

કસ્તૂરબા હોસ્પિટલ
આજે દિવસભરમાં આ તમારો 115 નંબરનો કોલ છે અત્યારે દર્દીને એડમિટ કરાવી શકાય એવી કોઇ પોઝિશન જ નથી. બે ત્રણ દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે તો ખાલી થવાની શક્યતા છે, બે ત્રણ દિવસ પછી કોલ કરીને તપાસ કરજો

શેલ્બી હોસ્પિટલ
આજે રવિવાર હોવાથી હાલ બેડ અંગે કશું કહી શકાય એમ નથી. વેન્ટીલેટર વિના અને જનરલ વોર્ડમાં દર્દીને એડમિટ કરી શકાય એમ છે. કાલે ફોન કરજો તો ડોકટરના જણાવ્યા મુજબ આયોજન થઇ શકે એમ છે.

લોટસ હોસ્પિટલ
હોસ્પિટલમાં બેડ ફુલ છે એટલે નવા દર્દીને દાખલ ન કરી શકાય, સોરી સર. અગાઉથી જ અનેક લોકો ઇન્ક્વાયરી કરી ચૂક્યા છે. દર્દી ડિસ્ચાર્જ થાય તો બેડ ખાલી થશે.​​​​​​​​​​​​​​

અમિત હોસ્પિટલ
​​​​​​​17થી 18 દર્દીઓ વેઇટિંગમાં છે. જેથી બેડ મળી શકે તેમ નથી.

રેન્બો હોસ્પિટલ
​​​​​​​આ હોસ્પિટલના આપેલા હેલ્પડેસ્ક નંબર પર ફોન લગાવતા સ્વીચ ઓફ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments