Saturday, September 25, 2021
Homeરિયલમી ડિઝો વોચ લોન્ચ : વોચની 315mAh બેટરી 12 દિવસનું બેકએપ આપશે
Array

રિયલમી ડિઝો વોચ લોન્ચ : વોચની 315mAh બેટરી 12 દિવસનું બેકએપ આપશે

રિયલમી ડિઝો વોચ ભારતમાં લોન્ચ થઈ છે. ડિઝો રિયલમીની કંપની છે. ડિઝોની આ પ્રથમ સ્માર્ટવોચ છે. કંપનીનો દાવો છે કે વોચ એક વખત ચાર્જ કરવા પર 12 દિવસનું બેકઅપ આપે છે. ધૂળ અને પાણીથી બચવા માટે તેમાં IP68 રેટેડ ફીચર મળે છે.

રિયલમી ડિઝો વોચની કિંમત

ભારતમાં રિયલમી ડિઝો વોચની કિંમત 3499 રૂપિયા છે. શરૂઆતમાં તેને 2999 રૂપિયામાં ખરીદી શકાશે. વોચની ખરીદી 6 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી કરી શકાશે. વોચના કાર્બન ગ્રે અને સિલ્વર કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે. વોચની ટક્કર નોઈઝ કલરફિટ નાવ (3499 રૂપિયા) અને અમેઝફિટ બિપ U (3999 રૂપિયા)થી થઈ શકે છે.

રિયલ ટાઈમ હાર્ટ રેટ મોનિટરિંગ સિસ્ટમ મળશે

રિયલમી ડિઝો વોચમાં 1.4 ઈંચની TFT ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 320×320 પિક્સલ છે. તેમાં 600 નિટ્સ પીક બ્રાઈટનેસ અને 323 PPI પિક્સલ ડેન્સિટી છે. સ્માર્ટવોચમાં રિયલ ટાઈમ હાર્ટ રેટ મોનિટરિંગ માટે PPG સેન્સર છે. આ સિવાય યુઝર્સને SpO2 લેવલ ચેક કરવા માટે બ્લડ ઓક્સિજન મોનિટરિંગ મળે છે. જોકે આ વોચને હેલ્થ અપ્રૂવલ મળ્યું નથી.

90 સ્પોર્ટ્સ મોડ મળશે

એક્ટિવિટી ટ્રેકિંગ માટે તેમાં 90 સ્પોર્ટ્સ મોડ મળે છે. તે ઈન્ડોર અને આઉટડોર રનિંગ, વોકિંગ, સાઈકલિંગ અને યોગા સહિતના સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. સ્માર્ટવોચ ડેઈલી અને વીકલી કેલરી બર્ન પણ રેકોર્ડ કરે છે.

એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ પર સપોર્ટ કરશે

ડિઝો વોચ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર રિયલમી લિંક એપ સપોર્ટ કરે છે. યુઝર્સ સ્માર્ટવોચનો ઉપયોગ કરી રિયલમી અને ડિઝો ઈયરબડ્સને પણ કન્ટ્રોલ કરી શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ v5.0 મળે છે. આ ઓછી ઈલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે તેવી ચિપ પર રન કરે છે.

315mAhની બેટરીથી સજ્જ આ વોચ 12 દિવસનું બેટરી બેકઅપ આપે છે. સ્માર્ટવોચની સાઈઝ 257.6×35.7×12.2mm અને વજન 38 ગ્રામ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments