અપકમિંગ : ડિસેમ્બરમાં રિયલમી X2 પ્રો લોન્ચ થશે, ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી ફોન 0.23 સેકન્ડમાં અનલોક થશે

0
63

ગેજેટ ડેસ્ક: ચીનની સ્માર્ટફોન કંપની રિયલમી પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન X2 પ્રોને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના સીઈઓએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. માધવ શેઠે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, રિયલમી X2 સ્માર્ટફોન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે. કંપનીએ ફોનના ટીઝર પર શેર કરવાના ચાલુ કરી દીધા છે. ફોનમાં 90Hz ફ્લૂઇડ ડિસ્પ્લે અને 64 મેગાપિક્સલનો કેમેરા પણ મળશે.

Realme X2 Pro will be launched in December

 

માધવ શેઠે ટ્વીટ દ્વારા ફોન લોન્ચની વાત કરફર્મં કરી છે, પણ ફાઇનલ ડેટ જાહેર કરી નથી. રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં નેક્સ્ટ જનરેશન જી 3.0 સેન્સેટિવ સ્ક્રીન ફિંગરપ્રિન્ટ મોડયુલ હશે. કંપનીએ દાવો કર્યો છે કે, યુઝર ફોનને માત્ર 0.23 સેકન્ડમાં જ અનલોક કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here