Home ગેજેટ Realme Xtra Days Sale: Realme X સહિત આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું...

Realme Xtra Days Sale: Realme X સહિત આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

0
28

નવો રિયલમી સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપની જાણકારી માટે જણાવીએ કે Realmeની સત્તાવાર વેબસાઇટ રિયલમી ડોટ કોમ પર રિયલમી એક્સ્ટ્રા ડેઝ સેલ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે Realme Sale 29 ફેબ્રુઆરી સુધી લાઇવ રહેશે અને આ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ મળશે.

  • Realmeની સત્તાવાર વેબસાઇટ રિયલમી ડોટ કોમ પર Realme Xtra Days Sale ચાલી રહ્યો છે
  • Realme Xના 8 GB રેમ/ 128 GB સ્ટોરેજ વેરિએન્ટ 17,999 રૂપિયામાં ઉપલબ્ધ છે
  • Realme Xની સાથે પણ રિયલમી 5 પ્રોના સમાન ઓફર્સ મળી રહી છે

Realme Xtra Days Sale : આ સ્માર્ટફોન્સ પર છે ડિસ્કાઉન્ટ

Realme 5 Pro

Realme 5 Proના 4 GB રેમ અને 64 GB વેરિએન્ટ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ મોડલ 11,999 રૂપિયા (એમઆરપી 12,999 રૂપિયા)માં વેચવામાં આવી રહી છે.

Realme 5 Proની સાથે મળી રહેલા ઓફરની વાત કરીએ તો Mobikwikનો ઉપયોગ કરવા પર 100 ટકા સુધી સુપરકૈશ (500 રૂપિયા) મળશે. Cashify દ્વારા જુના ફોન એક્સચેન્ઝ કરવા પર 500 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ છે.

Realme X

Realme Xના 4 GB રેમ/ 128 GB વેરિએન્ટ પર 2,000 રૂપિયાની છૂટ મળી રહી છે. આ મોડલને 14,999 રૂપિયા (એમઆરપી 16,999 રૂપિયા) માં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

8 GB રેમ/ 128 GB સ્ટોરેજ વેરિએન્ટને 17,999 રૂપિયા (એમઆરપી 19,999) માં વેચવામાં આવી રહ્યો છે. ઓફર્સની વાત કરીએ તો Realme Xની સાથે પણ રિયલમી 5 પ્રોના સમાન ઓફર્સ મળી રહી છે.

Realme XT

Realme ફોનના 4 GB રેમ/ 64 GB સ્ટોરેજ વેરિએન્ટ પર 1,000 રૂપિયાની છૂટ મળી રહી છે, આ મોડલને 14,999 રૂપિયા (એમઆરપી 15,999)માં વેચવામાં આવી રહ્યો છે.

આ ફોનની ખાસિયતની વાત કરવામાં આવે તો, તેના પાછળના ભાગમાં 64 MP કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે અને સિકયોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ઓફર્સની વાત કરવામાં આવે તો ફોનની સાથે વિના વ્યાજ ઇએમઆઇની સુવિધા ઉપરાંત અન્ય ઓફર્સ Realme 5 Proની સાથે મળનારી ઓફર સમાન છે.

Realme 5i

આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ નથી પરંતુ ઓફર્સ ઉપલબ્ધ છે. તેના 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 8,999 રૂપિયા છે. રિલાયન્સ જિયો (Reliance Jio) ની તરફથી 7,550 રૂપિયાના ફાયદા અને MobiKwikના ઉપયોગ પર 10 ટકાનું સુપરકેશ (500 રૂપયા) છે.

Live Scores Powered by Cn24news