Saturday, September 18, 2021
Homeરિયલમી : વોચ 2 સિરીઝ, બડ્સ વાયરલેસ 2 સિરીઝ અને બડ્સ Q2...
Array

રિયલમી : વોચ 2 સિરીઝ, બડ્સ વાયરલેસ 2 સિરીઝ અને બડ્સ Q2 નિયો લોન્ચ

રિયલમીએ ભારતીય માર્કેટમાં વોચ 2 સિરીઝ, બડ્સ વાયરલેસ 2 અને બડ્સ Q2 નિયો ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઈયરફોન્સ લોન્ચ કર્યાં છે. કંપની બડ્સ Q2 નિયોનો સેલ 29 જુલાઈએથી શરૂ કરશે અન્ય પ્રોડક્ટ્સની ખરીદી ગ્રાહકો 26 જુલાઈએથી કરી શકશે. તમામ પ્રોડક્ટ્સ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, એમેઝોન ઈન્ડિયા, ફ્લિપકાર્ટ સાથે ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી કરી શકાશે.

રિયલમી વોચ 2ની કિંમત 3499 રૂપિયા છે અને રિયલમી વોચ 2 પ્રોની કિંમત 4999 રૂપિયા છે. બડ્સ વાયરલેસ 2ની કિંમત 2999 રૂપિયા અને બડ્સ વાયરલેસ 2 નિયોની કિંમત 1499 રૂપિયા છે. રિયલમી બડ્સ Q2 નિયોની કિંમત 1599 રૂપિયા છે.

રિયલમી વોચ 2 સિરીઝનાં સ્પેસિફિકેશન

  • તેનાં પ્રો મોડેલમાં 1.75 ઈંચની કલર ટચસ્ક્રીન મળે છે. તેનું રિઝોલ્યુશન 320×385 પિક્સલ છે. જૂનાં મોડેલ કરતાં તેમાં વધારે વોચ ફેસિસ, સ્પોર્ટ્સ મોડ અને GPS ટ્રેકિંગ મળે છે. બીજી તરફ રિયલમી વોચ 2માં 1.4 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 320×320 પિક્સલ છે. રિયલમી વોચ 2માં 90 સ્પોર્ટ્સ મોડ મળે છે.
  • બંને વોચમાં હાઈડ્રેશન રિમાઈન્ડર, કેમેરા કન્ટ્રોલ, મેડિટેશન અસિસ્ટન્ટ પણ મળે છે. સાથે જ બ્લડ ઓક્સિજન લેવલ ચેક કરવા માટે SpO2 અને હાર્ટ રેટ મોનિટર પણ મળે છે. વોચ 2 સિંગલ ચાર્જ પર 12 દિવસનું અને વોચ 2 પ્રો 14 દિવસનું બેકઅપ આપે છે.

રિયલમી બડ્સ વાયરલેસ 2નાં સ્પેસિફિકેશન

  • બડ્સ વાયરલેસ 2 એક્ટિવ નોઈઝ કેન્સલેશન સાથે આવે છે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં એડવાન્સ બ્લુટૂથ કોડેક મળે છે. તેમાં 13.6mmના ડાયનેમિક ડ્રાઈવર મળે છે. તેમાં ઓડિયો ક્વોલિટી ઘણી સારી મળે છે. તેની બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિંગલ ચાર્જ પર તે 22 કલાકનું બેકઅપ આપે છે.
  • રિયલમી બડ્સ વાયરલેસ 2 નિયોમાં 11.2mmના ડાયનેમિક ડ્રાઈવર્સ મળે છે. તે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેની બેટરી લાઈફ 17 કલાકની છે. કંપનીનો દાવો છે કે 10 મિનિટના ચાર્જિંગમાં તે 120 મિનિટ સુધી પ્લેબેક આપે છે. તેને IPX4 રેટિંગ મળ્યું છે.

રિયલમી બડ્સ Q2 નિયોનાં ફીચર અને સ્પેસિફિકેશન
ઈન ઈયર ડિઝાઈનવાળા આ બડ્સમાં 10mmના ડાયનેમિક ડ્રાઈવર્સ મળે છે. આ બડ્સમાં ANC (એક્ટિવ નોઈઝ કેન્સલેશન)ને બદલે ENC (એન્વાયર્મેન્ટ નોઈઝ કેન્સલેશન) મળે છે. ENCથી યુઝરને કોલિંગ દરમિયાન સારું માઈક્રોફોન પર્ફોર્મન્સ મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments