સુરત : માસ્ક વગર પકડાયેલા વ્યક્તિ પાસેથી દંડ વસૂલી 2021ની તારીખની રસિદ અપાતા દંડ ભરનારે બેદરકારીના સવાલો ઉઠાવ્યા

0
15

કોરોના સંક્રમણ વધતું જાય છે તેમ માસ્કને ફરજીયાત કરવા માટે દંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. માસ્ક વગર દેખાતા લોકો દંડ ભરી દેતા જોવા મળી રહ્યાં છે ત્યારે પ્રથમ સર્કલ આત્મન પાર્ક સોસાયટી નજીક એક વ્યક્તિને પોલીસે માસ્ક વગર હજાર રૂપિયાનો દંડ કર્યો હોય છે. જો કે, પોલીસે દંડની રસિદમાં લખેલી તારીખ પહેલી જાન્યુઆરી 2021ની લખેલી હોય છે. જેથી દંડ ભરનારે સવાલ ઉભો કર્યો છે કે, પોલીસનો ડિસેમ્બરનો ક્વોટા પૂરો થઈ ગયો છે અને જાન્યુઆરીનો ટાર્ગેટ અત્યારથી પુરો કરવા આવી રીતની તારીખ લખતી હશે અથવા તો રસિદ બૂક પણ ડુપ્લિકેટ હોય શકે છે અને આ પણ બહુ મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ હોય દંડની રસિદોની પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેમ દંડ ભરનાર યશદીપ પ્રજાપતિએ કહ્યું છે.

પોલીસ કર્મીએ આગામી વર્ષ 2021ની પહેલી જાન્યુઆરીની તારીખ લખી છે.
પોલીસ કર્મીએ આગામી વર્ષ 2021ની પહેલી જાન્યુઆરીની તારીખ લખી છે.

 

રસિદમાં ખોટી તારીખ

પ્રથમ સર્કલ પર માસ્ક વગર ઝડપાયેલા યશદીપ પ્રજાપતિને રિક્ષામાં આવેલા ત્રણેક પોલીસ કર્મચારીએ ફોટો સૌ પ્રથમ પાડી લઈને પછી દંડની રકમ માંગી હતી. જેથી યશદીપે માસ્કની જગ્યાએ રૂમાલ ચહેરા પર બાંધ્યો હતો. જો કે, દંડ ભરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેથી મૂળ હિંમતનગરના વતની અને નોકરી કરતા યશદીપે દંડ ભરી દીધો હતો. બાદમાં તેની તારીખ જોતા રસિદ પર ખોટી તારીખ લખાયાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ કૌભાંડ પણ હોય શકે : યશદીપ

યશદીપે દંડ ભર્યા બાદ સ્લિપમાં ખોટી તારીખ જોઈને સવાલો ઉઠાવ્યા હતા કે આગામી વર્ષનો ટાર્ગેટ અત્યારથી જ પોલીસ વસૂલી રહી હોય તેમ આગળની તારીખ લખી દેવામાં આવી હતી. જનરલી પાછળની તારીખ ભૂલથી લખાતી હોય છે પરંતુ આગળની તારીખ લખીને પોલીસ વિભાગમાં માસ્કના દંડ ઉઘરાવીને કૌભાંડ આચરવામાં આવતું હોય તેમ કહી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here