સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે નવા નિમણુંક થયેલ ટીડીઓ નો સત્કાર સમારોહ અને બદલી બઢતી થઇ ગયેલ કર્મચારીઓ નો વિદાય સત્કાર સમારંભ યોજાયો .
પ્રાંતિજ તાલુકા તલાટી મંડળ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું .
તલાટીઓ સહિત સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં .
પ્રાંતિજ ખાતે આવેલ તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી જે.એચ.કાપડીયા ની સરકારી નિતી નિયમ અનુસાર અડી વર્ષ ના સમય બાદ મહેમદાવાદ ખાતે બદલી થતા પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિતીનભાઈ પટેલ ની નિમણુંક થતાં તથા તાલુકા પંચાયત કર્મચારીઓ તથા તલાટીઓ કર્મચારીઓની બઢતી સાથે બદલી થતાં પ્રાંતિજ તાલુકા તલાટી મંડળ દ્વારા આવનાર તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઇ પટેલ નો સત્કાર સમારંભ યોજાયો તો બદલી બઢતી થઇ ને જઇ રહેલ કર્મચારીઓનો પણ વિદાય સત્કાર સમારંભ યોજાયો હતો.
જેમાં પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ , ઉપપ્રમુખ રામસિંહ , પૂર્વ પ્રમુખ દક્ષાબેન સહિત ના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં તો આવનાર ટી ડી ઓ નીતિનભાઇ પટેલ ને શાલ , શ્રીફળ , આપી સંન્માન કરવામાં આવ્યું હતું તો વિદાય લઇ રહેલ કર્મચારીઓને પણ શાલ શ્રીફળ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં આ પ્રસંગે તાલુકા પંચાયત સ્ટાફ તાલુકા ના તલાટી મંડળ ના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત સરપંચો તલાટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન તાલુકા તલાટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું .
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા