Wednesday, September 28, 2022
HomeરેસિપીRECIPE : શ્રાવણ સ્પેશ્યલ ફરાળી મિસળ બનાવવાની રીત ઝટપટ નોંધી લો

RECIPE : શ્રાવણ સ્પેશ્યલ ફરાળી મિસળ બનાવવાની રીત ઝટપટ નોંધી લો

- Advertisement -

શ્રાવણ સ્પેશ્યલ રેસિપી અંતર્ગત આજે અમારા વાચકો માટે મહારાષ્ટ્રની પ્રખ્યાત ફરાળી વાનગી ફરાળી મિસળની રીત લઇને આવ્યા છે. તો આવે અમે તમને ફરાળી મિસળ બનાવવાની રીત અંગે જણાવીએ.

ફરાળી મિસળ માટેની સામગ્રી

1 કપ બાફેલા સીંગદાણા

½ કપ શેકેલા સીંગદાણા

1 કપ જીરું

½ કપ નારિયળ ના કટકા

½ કપ કલાક પલાળેલા સાબુદાણા

3-4 લીલા મરચા ના કટકા

2-3 ચમચી 2-3

8-10 મીઠા લીમડા ના પાન

1-2 બાફેલા બટાકા

1 ખાંડ ચમચી

સ્વાદ મુજબ મીઠું

ફરાળી મિસળ સર્વિગ માટે ની સામગ્રી

1 વાટકી ફરાળી બટાકાનું શાક

1 250 ગ્રામ ફરાળી ચેવડો

ફરાળી મિસળ બનાવવાની રીત

મિસળ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા સીંગદાણા અને નારિયેળ ના કટકા લઈ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો. હવે ગેસ પર એક કડાઇમાં બે થી ત્રણ ચમચી ઘી નાંખો. ઘી ગરમ થયા બાદ તેમાં જીરૂં, મરચાના ટકા અને લીમડો સાંતળી દો. ત્યારબાદ મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટ નાંખી બરાબર હલાવી દો. ત્યારબાદ જરૂર મુજબ 1 થી 2 કપ પાણી નાંખો. બધી સામગ્રી બરાબર મિક્સ કર્યા બાદ દહીં નાંખી દો. ત્યારબાદ તેમાં બાફેલા સીંગદાણા નાંખી ઉકાળો. હવે મિસળમાં બટાકાના કટકા નાંખી તેમાં ખાંડ ઉમેરી બરાબર ઉકળે પછી ગેસ બંધ કરી દો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સૌથી પહેલાં ફરાળી બટાકાનું શાક લો અને તેના પર તૈયાર કરેલ મિસળ નાંખો અને ઉપરથી ફરાળી બટાકાનો ચેવડો મૂકશો એટલે ગરમાગરમ ફરાળી મિસળ તૈયાર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular