Thursday, August 5, 2021
No menu items!
Homeરેસીપી : શ્રાવણ માસમાં માણો ફરાળી હલવાસનનો સ્વાદ
Array

રેસીપી : શ્રાવણ માસમાં માણો ફરાળી હલવાસનનો સ્વાદ

સામગ્રી

1 લિટર દૂધ
200 ગ્રામ ખાંડ (દળેલી)
1 ટેબલસ્પૂન શિંગોડાનો લોટ
1 ટેબલસ્પૂન રાજગરાનો લોટ
3 ટેબલસ્પૂન ઘી
1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
1 ટીસ્પૂન ગુંદરની ભૂકી
1 ટીસ્પૂન એલચીનો ભૂકો
1 ટેબલસ્પૂન ચારોળી
1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
ચાંદીના વરખ, લીંબુના ફૂલ

બનાવવાની રીત :

પહેલા તો તમે એક તપેલી લો. તેમાં દૂધ ઉકળવા મુકો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાખો. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરી, તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખી શેકી લો.

હવે અંદર ગુંદરની ભૂકી નાંખવી. બધું શેકાય એટલે ફાટેલા દૂધમાં નાંખી હલાવ્યા કરવું. એક વાસણમાં દળેલી ખાંડ નાંખી ધીમા તાપે શેકવી. બદામી રંગની થાય એટલે દૂધમાં નાંખવી.

બદામની કતરી, ચારોળી, એલચી-જાયફળનો ભૂકો નાંખી ઘટ્ટ ગોળો વળે તેવું થાય એટલે ઉતારી લેવું. ઠંડુ થયા બાદ ગોળ પેંડા જેવા હલવાસન વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડવા.

આ ઉપરાંત ગોળ હલવાસન વાળવાને બદલે થાળીમાં ઘી લગાડી હલવાસન પાથરી તેની ઉપર ચાંદીના વરખ અથવા છોલેલી બદામની કતરી અને ચારોળીથી પણ સજાવટ કરી શકાય. જે બાદ તેના ચોસલા કરી લો અને તૈયાર છે ફરાળી હલવાસાન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments