Monday, December 5, 2022
HomeરેસિપીRECIPE : સાદા સમોસાથી કંટાળ્યા છો તો ટ્રાય કરો નૂડલ્સ સમોસા

RECIPE : સાદા સમોસાથી કંટાળ્યા છો તો ટ્રાય કરો નૂડલ્સ સમોસા

- Advertisement -

સમોસા નામ સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જાય છે. ગુજરાતી લોકોના પ્રિય ફરસાણમાંનું એક છે સમોસા. જો બટાકાના સમોસાથી કંટાળ્યા છો તો તમે ઘરે જ નૂડલ્સ સમોસા બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. આ સમોસાને જોતાં જ તમારા મોંમાંથી પાણી છૂટી જશે અને ખાવાનું મન થઈ જશે. બસ તો રાહ શેની જુઓ છો, જોઈ લો આ રેસિપી અને ફટાફટ તૈયાર કરી લો યમ્મી બ્રેકફાસ્ટ.

નુડલ્સ સમોસા

સામગ્રી

-2 વાટકી મેંદો

-1 ચમચી બેકિંગ પાઉડર

-2 ચમચી તેલ મોણ માટે

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે

સ્ટફિંગ માટે

-1 કપ કોબી ઝીણી સમારેલી

-1 કપ ડુંગળી ઝીણી સમારેલી

-1 કપ નૂડલ્સ બાફેલા

-1 નંગ કેપ્સિકમ

-1 નંગ ગાજર

-1 ચમચી ગરમ મસાલો

-1 ચમચી સોયા સોસ

-1 ચમચી ચીલી સોસ

-2 નંગ બટાકા

-2 ચમચી તેલ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ મેંદામાં મીઠું, બેકિંગ પાઉડર અને મોળ ભેળવી લોટ બાંધો. કડાઈમાં બે ચમચી તેલ મૂકી બધા શાકભાજી સાંતળી લો. બાફેલા નૂડલ્સમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું અને ગરમ મસાલો નાંખી મિશ્રણ તૈયાર કરો. મેંદાના લૂઆ કરી પાતળી મોટી રોટલી વણો. વચ્ચેથી ચપ્પાની મદદથી કાપીને કોન શેપ બનાવો. એમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી બરાબર બંધ કરી દો. તેલ ગરમ કરી ધીમી આંચ પર સમોસા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમ-ગરમ સમોસા સોસ સાથે સર્વ કરો. તમે તેને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular