Friday, April 19, 2024
HomeરેસિપીRECIPE : ઘરમાં શાક ન હોય તો બનાવી લો આ રાજસ્થાની તમતમતું...

RECIPE : ઘરમાં શાક ન હોય તો બનાવી લો આ રાજસ્થાની તમતમતું શાક

- Advertisement -

રાજસ્થાની ગટ્ટાની સબ્જી તો કદાચ તમે ખાધી જ હશે. જો ના ચાખી હોય તો તેના વિશે સાંભળ્યું તો જરૂરથી હશે. આમ તો એ રાજસ્થાની ગટ્ટા અને આપણા ગુજરાતી મૂઠિયામાં વધારે અંતર નથી. બસ ફરક માત્ર એટલો જ છે કે, આપણે મૂઠિયાને થાળીમાં મૂકીને બાફી છીએ અને રાજસ્થાની ગટ્ટાને તે લોકો સીધા પાણીમાં નાખીને જ બાફતા હોય છે. બાફ્યા બાદ જે પાણી વધે છે તેનો ઉપયોગ શાકમાં જ ગ્રેવી બનાવવા માટે કરતા હોય છે. તો જાણો કઈ રીતે સરળતાથી બની જાય છે ટેસ્ટી ગટ્ટાનું શાક.

પંજાબી સ્ટાઈલમાં બનાવી લો બેસનના ગટ્ટાનું શાક

સામગ્રી

ગટ્ટા માટે

-દોઢ કપ ચણાનો લોટ

-બે ટીસ્પૂન તેલ

-અડધી ટીસ્પૂન ગરમ મસાલો

-પા ટીસ્પૂન મીઠું

-અડધી ટીસ્પૂન જીરૂં

-એક ટીસ્પૂન કસૂરી મેથી પાવડર

ગ્રેવી માટે

-ચાર ટીસ્પૂન સફેદ બટર

-ચપટી હિંગ

-એક ટીસ્પૂન જીરૂં

-એક ઈંચનો આદુનો ટુકડો

-એક ટીસ્પૂન રાઈ

-એક મોટા કદની ડુંગળી સમારેલી

-બે નંગ લીલા મરચાં સમારેલા

-એક ટીસ્પૂન ગરમ મસાલો

-એક ટીસ્પૂન હળદર

-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર

-અડધો કપ દહીં

-મીઠું સ્વાદ અનુસાર

-કોથમીર

રીત

સૌપ્રથમ ગટ્ટા માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં બરાબર મિક્સ કરી લો. હવે પાણીનો ઉપયોગ કરીને તેમાંથી ગટ્ટા માટેનો લોટ બાંધી લો. હવે તેમાંથી વાટા વળીને તેને બાફી લો. ગટ્ટા ઠંડા થાય એટલે તેને કટ કરી લો. ગટ્ટાને બાફેલું પાણી ગ્રેવી માટે રહેવા દો. હવે એક પેનમાં બટર ગરમ કરો. બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં, રાઈ અને હિંગ નાખો. રાઈ ફૂટે એટલે તેમાં સમારેલી ડુંગળી નાંખીને સાંતળો. ડુંગળી લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-મરચાં ઉમેરીને સાંતળો. ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીને એકાદ મિનિટ માટે સાંતળો. હવે તેમાં ફ્રેશ દહીં કે છાશ ઉમેરીને તેને ધીમી ફ્લેમ પર ચઢવા દો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ તેમાં ત્રણ કપ પાણી નાંખીને ફરીથી ઉકળવા દો. એકાદ મિનિટ ઉકળ્યા બાદ તેમાં ગટ્ટા નાખીને ફરીથી ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થઈને ગટ્ટા બરાબર ચઢી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. ત્યાર બાદ ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને આ ટેસ્ટી સબ્જીને રોટી સાથે સર્વ કરો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular