Wednesday, November 30, 2022
HomeરેસિપીRECIPE : એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની...

RECIPE : એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

- Advertisement -

આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની 9 દિવસ સુધી આરાધના કરાય છે. મહિલા, બાળકો અને પુરુષો પણ આ સમયમાં વ્રત રાખે છે અને દેવીની ભક્તિની સાથે 9 દિવસ વ્રત રખાય છે. 9 દિવસ ચાલી રહેલા વ્રતમાં અન્નનો ત્યાગ રહે છે અને ફળાહાર કરાય છે. જો તમે વ્રતમાં એકલા મખાણા ખાવાનું પસંદ નથી કરતા તો તમે તેની ખીર બનાવીને પણ ખાઈ શકો છો, તેનાથી તમને એનર્જી મળી રહેશે.

મખાણાની ખીર

સામગ્રી

– 1 લિટર દૂધ

– 2 ચમચી ઘી

– 50 ગ્રામ મખાણા

– ખાંડ સ્વાદ મુજબ

– 4 નંગ ઈલાયચી

– 10 નંગ બદામ

રીત

ઘી ગરમ કરી મખાણા શેકી લો. ઠંડા કરી એને ક્રશ કરી લો. એક પેનમાં મખાણા અને દૂધ નાંખો અને પછી ઉકળવા દો. આ ધીમા તાપે પકાવી અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે મખાણાં ગળી જાય તો એમાં ખાંડ અને ઈલાયચી નાંખી દો. એને 15 મિનિટ સુધી થવા દો. મખાણા ખીર તૈયાર છે. હવે સમારેલી બદામથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular