Friday, March 29, 2024
Homeકાગળ જેવી ખાંડવી બનાવવાની ફટાફટ નોંધી લો Recipe
Array

કાગળ જેવી ખાંડવી બનાવવાની ફટાફટ નોંધી લો Recipe

- Advertisement -

લાઈફસ્ટાઈલ ડેસ્કઃ સામાન્ય રીતે સ્ત્રીઓ રસોઈ બનાવવા માટે ઉત્સુક હોય છે. રોજ કંઈક નવું બનાવીને પરિવારને ખવડાવવાનું પસંદ કરતી હતી. અહીં તમને ખાંડવી (Khandvi) બનાવવાની રીત બતાવવામાં આવી છે. (recipes)

ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘ખાંડવી’

સામગ્રી -એક વાટકી ચણાનો લોટ
– અઢી વાટકી છાશ
– ચપટી હળદર- એક ટીસ્પૂન લાલ મરચું
– મીઠું સ્વાદાનુસાર
– ત્રણ ટીસ્પૂન તેલ
– એક ટીસ્પૂન રાઈ
– એક ટીસ્પૂન તલ
– કોપરાનું છીણ
-કોથમીર

રીત
-સૌ પ્રથમ એક મોટા વાટકામાં ચણાનો લોટ, છાશ, હળદર અને મીઠું ભેગું કરો.
-તેનું મિશ્રણ ત્યાર કરો. પછી તેને ધીમા ગેસ પર મૂકી એક જ દિશામાં ગોળ-ગોળ હલાવો. મિશ્રણ ઘટ્ટ બનતું જશે
– મિશ્રણમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખો.
-વાટકામાં મિશ્રણ ચોટે નહિ અને છુટું પડે તો સમજો કે ત્યાર થઇ ગયું છે.
-રસોડાના પ્લેટફોર્મ પર મિશ્રણ ફેલાવો.
-આ ફેલાવવા વાટકીના પાછલા ભાગના ઉપયોગ કરો.
-ધ્યાન રાખવાનું કે ઠંડુ પડે તે પહેલાં તેને ફટાફટ પાથરો.
-હવે તેને બે મિનટ માટે ઠંડુ થવા દો . પછી તેમાં કાપા પાડી તેના રોલ વાળી લો.
-હવે એક ડીશમાં બધા રોલ મૂકીને તેમાં કાપા પાડો.
-તેનાં પર લાલ મરચું ભભરાવો.
-નાના વાઘરીયામાં તેલ લઇ તેમાં રાઈ અને તલનો વઘાર કરો.
-આ વઘારને ખાંડવી પર ચમચીથી રેડી દો
-ઉપર કોથમીરથી શણગારો.
-પછી તેને સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular