Thursday, August 5, 2021
No menu items!
HomeUS ઓપન 2020 : દીકરીના જન્મદિવસે 6 વારની ચેમ્પિયન સેરેનાની ટૂર્નામેન્ટમાં રેકોર્ડ...
Array

US ઓપન 2020 : દીકરીના જન્મદિવસે 6 વારની ચેમ્પિયન સેરેનાની ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 102મી જીત, મોટી બહેન વિનસ પહેલીવાર ફર્સ્ટ રાઉન્ડમાં હારીને બહાર

6 વારની US ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે પોતાની દીકરી ઓલિમ્પિયાના ત્રીજા જન્મદિવસે ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 102મી જીત નોંધાવી હતી. તે હવે મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં સર્વોચ્ચ મેચ જીતનાર ખેલાડી બની છે. તેણે અમેરિકાના ક્રિસ એવર્ટનો રેકોર્ડ તોડ્યો. બીજી બાજુ, તેની મોટી બહેન વિનસ પહેલીવાર વાર પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. આ તેની 22મી US ઓપન ટૂર્નામેન્ટ હતી.

37 વર્ષીય બેલ્જિયમની કિમ ક્લાઈસ્ટર્સ પહેલા રાઉન્ડમાં હારી ગઈ. તેને એકેટરિના એલેક્ઝાન્ડ્રોવાએ 3-6, 7-5 અને 6-1થી હરાવી હતી. 8 વર્ષ પછી આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ મેચ હતી. છેલ્લે 2012માં તે US ઓપનમાં રમી હતી. ત્યારે તે બીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. ક્લાઈસ્ટર્સ ત્રણ વખત 2005, 2009 અને 2010માં US ઓપન જીતી છે.

વિનસ છેલ્લા 5 ગ્રાન્ડ સ્લેમમાંથી 4માં ઓપનિંગ મેચ હારીને બહાર થઈ

  • 39 વર્ષીય સેરેનાએ અમેરિકાની ક્રિસ્ટી એનને સીધા સેટમાં 7-5, 6-3થી હરાવી.
  • જ્યારે, વિનસને કેરોલિના મુચોવાએ 6-3, 7-5થી હરાવી હતી.
  • છેલ્લા પાંચ ગ્રાન્ડ સ્લેમ્સમાં આ ચોથી વખત બન્યું, જ્યારે વિનસની શરૂઆતની મેચ હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

હું  જીતથી ખૂબ ખુશ છું: સેરેના

  • બીજા રાઉન્ડમાં પહોંચ્યા પછી, સેરેનાએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે ઉત્સાહ વધારવા માટે કોઈ દર્શકો ન હતા. પરંતુ મેં તેમ છતાં પોતાને મોટિવેટ કરી હતી. હું આ જીતથી ખૂબ ખુશ છું.

સેરેના પાસે 24મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે

  • તેણે કહ્યું કે ઘણા વર્ષો પછી હું સીધા સેટમાં જીતી. હું જાણતી હતી કે જો હું મારી જાત પર વિશ્વાસ કરું તો હું આમ કરવામાં સફળ થઈશ.
  • મેજર ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તેણે 74 મેચ જીતી છે, જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. સેરેના પાસે 24મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે.
  • જો તે આમ કરવામાં સફળ થાય છે, તો માર્ગરેટ કોર્ટ પર ઓલ-ટાઇમ ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડ જીતવાની બરાબર કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments