નર્મદા જિલ્લામાં આજે રોજ કોરોનના રેકોર્ડ બ્રેક 37કેસ : 2 દિવસમાં 58 કેસો નોંધાતા જિલ્લમાં ફફડાટ.

0
2

2 દિવસમાં 58 કેસો નોંધાતા ફફડાટ
જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2223 થઇ.
રાજપીપલા તાલુકામાં આજે 16 કેસ નોંધાયા.

નર્મદા જિલ્લામાં આજે રોજ રેકોર્ડ બ્રેક સૌથી વધારે 37કેસ નોંધાયા છે. ગઈકાલના 21કેસ સાથે 2 દિવસમાં 58 કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં સતત વધતા જતા કેસોને કારણે નર્મદા જિલ્લામાં આજે કોરોના કેસોનો કૂલ આંકડો 2223 પર પહોચ્યો છે. આજે એક જ દિવસ માં 37 કેસો નોંધાયા છે.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે વધુ 37કેસ નોંધાયા છે.

જેમા નાંદોદ તાલુકામા 11 કેસ, ગરુડેશ્વર તાલુકામાં 02, તિલકવાંડા તાલુકામાં 03, ડેડીયાપાડા તાલુકામાં 02, સાગબારા તાલુકામાં 03 અને સૌથી વધારે રાજપીપલામાં આજે 16 કેસ નોંધાયા હતા.

તાલુકાવાર આંકડા જોતા નાંદોદ તાલુકામા 11 કેસમાં ગોપાલપુરા 01, સિસોદરા 04, ઓરી, નવાપુરા. માંગરોળ, ભુછાડ માં એક-એક કેસ અને વડિયામાં 2 કેસ નોંધાયા છે. જયારે ગરુડેશ્વર તાલુકામાં 2 કેસ, કોઠી અને કેવડિયા ખાતે એક-એક કેસ અને તિલકવાંડા તાલુકામાં 3 કેસ, દેવળીયા, સાહેબપુરા અને જેતપુર ખાતે એક-એક કેસ તથા ડેડીયાપાડા તાલુકામાં 2 કેસ, સેજપુર અને કાબરી પઠાર ખાતે એક-એક કેસ તથા સાગબારા તાલુકામાં 3 કેસ, મકરણ, પાંચ પીપરી અને ઉભારીયા ખાતે એક-એક કેસ તેમજ રાજપીપલાના આજે 16 કેસમાં ,શુકલશેરી, ટેકરા પોલીસ લાઈન, વીસાવાગા, હરસિધ્ધિ મંદિર ખાતે એક-એક કેસ, રજપૂત ફળીયા 2 અને નવાપરા 3 તથા પાયગા પોલીસ લાઈન, ભટવાડા મંદિર, ચન્દ્ર વીલા જલારામ સોસાયટી, રામેશ્વર બઁગલો, રાજપીપલામાં એક-એક કેસ નોંધાયા છે.

જયારે કોવિડ હોસ્પિટલમાંથી 36 દર્દી સાજા થતા રજા આપાઈ છે. જયારે સાજા થયેલામાં જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1143 દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દર્દીઓ સહિત કુલ-2059 દરદીઓને રજા આપવામાં આવી છે. આજે RTPCR ટેસ્ટમાં 79 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 615 સહિત કુલ 694ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લા આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-49852 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે. જેમાં શરદી-ખાંસીના 22 દર્દીઓ, તાવના 27 દર્દીઓ, ઝાડાના 12 દર્દીઓ સહિત કુલ-61જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001170 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 904209 લોકોને વિતરણ કરાઇ છે.

 

રિપોર્ટર : દિપક જગતાપ, CN24NEWS, રાજપીપળા, નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here