વડોદરા : રેકોર્ડ બ્રેક 96 પોઝિટિવ, કુલ કેસ : 4290, વધુ 8 દર્દીના મોત, ભરૂચમાં નવા 21, પંચમહાલમાં 12 અને નર્મદામાં 6 કેસ

0
14

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 4290 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 32 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3295 દર્દી રિકવર થયા છે અને આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 79 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 916 એક્ટિવ કેસ છે, જે પૈકી 122 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 756 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કેસ નોંધાયા
શહેરઃ અલકાપુરી, સમા રોડ, મકરપુરા, વારસીયા રિંગ રોડ, ફતેપુરા, ફતેગજ, આજવા રોડ, અભિલાષા ચાર રસ્તા, છાણી, હરણી, તાંદલજા, પાણીગેટ, ઓલ્ડ પાદરા રોડ, સુભાનપુરા, કારેલીબાગ, અક્ષર ચોક, ગોરવા, વાઘોડિયા રોડ, સંગમ, ન્યુ VIP રોડ, ગોત્રી, માંજલપુર, ડભોઇ રોડ, ભાયલી રોડ, મુંજમહુડા, માંડવી, વાસણા રોડ, કલાલી
ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, કોયલી, કરોડિયા, અંકોડિયા, ભાયલી, સોખડા, આસોજ

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ 8 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે 8 દર્દીના મૃત્યું થયા છે. જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇની 64 વર્ષીય મહિલા અને વાઘોડિયા તાલુકાની 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત ગોધરાના 43 વર્ષીય દર્દીનું, તાંદલજાના 62 વર્ષીય વૃદ્ધનું, આજવા રોડના 42 વર્ષીય મહિલાનું, આજવા રોડના 62 વર્ષીય વૃદ્ધનું મોત, દંતેશ્વરના 65 વર્ષીય વૃદ્ધનું અને રાવપુરા વિસ્તારની 58 વર્ષીય મહિલાનું મોત થયું છે.

સાવલી-ડેસર APMCના પ્રમુખનો રિપોર્ટ પોઝિટિવ
વડોદરા જિલ્લાની સાવલી-ડેસર APMCના પ્રમુખ રાજેશભાઇ પટેલનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે APMCના હોદ્દેદારોમાં દોડધામ મચી ગઇ છે.

ભરૂચમાં વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના રોજેરોજે 20થી 30 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 837 ઉપર પહોંચી ગઇ છે. પંચમહાલ જિલ્લામાં આજે 12 અને નર્મદા જિલ્લામાં આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here