વેચાણ : હ્યુન્ડાઇ વેન્યૂના ટર્બો પેટ્રોલ એન્જિનનું રેકોર્ડ બ્રેક વેચાણ, વેચાનારી દર 4 SUVમાંથી 3 લોકોએ આ વેરિઅન્ટ ખરીદ્યું

0
9

દિલ્હી. સાઉથ કોરિયાની ઓટોમોબાઇલ કંપની હ્યુન્ડાઇની કોમ્પેક્ટ SUV વેન્યૂ ઇન્ડિયન માર્કેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ SUVનું સ્પેશિયલ 1.0 ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ સૌથી વધારે ડિમાન્ડમાં છે. ફક્ત 6.5 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતમાં લોન્ચ થયેલી આ કોમ્પેક્ટ SUVની સફળતાનું મુખ્ય કારણ તેનાં ફીચર્સ અને ટેક્નિક છે.

કંપનીનો દાવો છે કે, ઇન્ડિયન માર્કેટમાં હ્યુન્ડાઇ વેન્યૂના વેચાયેલા દર 4 યૂનિટમાંથી ત્રણ યૂનિટ ફક્ત ટર્બો વેરિઅન્ટના છે. કંપનીએ તાજેતમાં જ મીડિયાને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, તે ભવિષ્યમાં તેના મોડેલ્સમાં પણ ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કરશે. આ એન્જિન ઇન્ડિયન કસ્ટમર્સને વધુ પસંદ આવી રહ્યું છે.

કંપનીએ છેલ્લા નાણકીય વર્ષમાં હ્યુન્ડાઇ વેન્યૂના કુલ 93,624 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું, જેમાં 34,860 યૂનિટ્સ ડીઝલ વેરિન્ટમાં 58,764 ગ્રાહકોને પેટ્રોલ મોડેલની પસંદ કરી હતી. જેમાંથી 44,073 યૂનિટ્સ ફક્ત ટર્બો પેટ્રોલ મોડેલ જ સામેલ છે, જે ડીઝલ એન્જિન મોડેલ કરતાં પણ ઘણું વધારે છે.

લોકોને કેમ આટલું પસંદ આવી રહ્યું છે?

નવા BS6 એમિશનવાળા એન્જિન અપડેટ અનુસાર 1.2 લિટર નેચરલી અસ્પાયર્ડ એન્જિનમાં કંપનીએ 5 સ્પીડ ગિયરબોક્સનો પ્રયોગ કર્યો છે, જે 83hp પાવર જનરેટ કરે છે. તેમજ, 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં કંપનીએ 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન આપ્યો છે, જે 120hp પાવર જનરેટ કરે છે. વધારે પાવરફુલ અને વધારે ગિયરના કારણે યંગસ્ટર્સ આ વેરિઅન્ટને વધારે પસંદ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here