Thursday, May 2, 2024
HomeગુજરાતGUJARAT:ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તમાકુના રેકોર્ડ બ્રેક ભાવ, આવકમાં થયો વરો

GUJARAT:ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તમાકુના રેકોર્ડ બ્રેક ભાવ, આવકમાં થયો વરો

- Advertisement -

મહેસાણા: માર્ચ એન્ડિંગના વિરામ બાદ ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં 2 એપ્રીલનાં દિવસે 23,366 બોરી તમાકુની આવક થઇ હતી અને આજે રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યો હતો. તમાકુનો ઊંચા ભાવ 3041 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. આ ઉપરાંત આજે કપાસની 3325 મણ આવક નોંધાઈ હતી. જેના ભાવ 1619 રૂપિયા રહેવા પામ્યા છે.

મહેસાણા જિલ્લાનાં ઉનાવા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ તમાકુ અને કપાસની આવક થઇ હતી. જેમાં રોજની હજારો બોરી તમાકુની સરેરાશ આવક નોંધાય છે. ગઈ સિઝનમાં રોજની 95 હજાર બોરી જેટલી આવક નોંધાઇ હતી. તેમજ આજથી તમાકુની હરાજી શરૂ થઇ છે. હાલ હરાજીમાં ખેડૂતોને તમાકુનાં સારા ભાવ મળ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular