રાજકોટ : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, પોઝિટિવ કેસની સંખ્યા 4500ને પાર, શહેરમાં આવતા મુસાફરોના રેન્ડમ ટેસ્ટ થશે

0
0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં 24 કલાકમાં રેકોડબ્રેક 38 લોકોના કોરોનાથી મોત થયા છે. શહેરના 31, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4500ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 4538 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1468 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા ST, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે.

આજથી મુસાફરોનું રેન્ડમ ટેસ્ટીંગ શરૂ
રાજકોટ શહેરમાં આવન જાવન કરતા મુસાફરો કોરોના સંક્રમણ ન ફેલાવે તે માટે રાજકોટ મનપાએ એસ.ટી., રેલવે અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આવન જાવન કરતા મુસાફરોનું રેન્ડમ કોરોના ટેસ્ટ કરવા, સ્ક્રીનિંગ કરવા અને તમામ મુસાફરોનું તાપમાન ચેક કરવા અંગે રણનીતિ તૈયાર થઇ હતી. એસ.ટી. અને રેલવે સ્ટેશન પર આજથી જ આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને એરપોર્ટ પર જ્યારે ફ્લાઇટ આવશે ત્યારે મનપાના કર્મચારીઓ આરોગ્યલક્ષી પરીક્ષણ માટે ત્યાં હાજર રહેશે. આ સાથે દ ખાનગી બસમાં પણ સ્ક્રીનિંગ થશે અને સેનિટાઇઝર રખાશે.

ગોંડલમાં આજથી એક સપ્તાહ અડધા દિવસનું લોકડાઉન
ગોંડલમાં 1100 આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં આજથી એક સપ્તાહ અડધો દિવસનું લોકડાઉન રહેશે. વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા એક અઠવાડિયા સુધીનું આ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જો કે, આ દરમિયાન દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here