ગીર સોમનાથ : વેરાવળ માં સંગીત ક્ષેત્રે સ્થપાયો રેકોર્ડ, સ્વ. મુકેશજી ના સ્વર માં સતત 8 કલાક ગાયન નો સ્થપાયો રેકોર્ડ.

0
0
સુર સાધના માં લિન લોકો જરૂર થી સિદ્ધિ હાંસલ કરે છે અને આ વાત સાર્થક થઈ છે ગીર સોમનાથ જિલ્લા ના વડા મથક વેરાવળ શહેર માં.
શહેર માં ખાનગી ફેક્ટરી માં નોકરી કરતાં વિપ્ર આધેડ સુનિલભાઈ કેલૈયા સંગીત ના ભારે શોખીન તો જ છે જ સાથે સાથે કુદરત ની મહેરબાની થી સ્વર સમ્રાટ સ્વ.મુકેશજી ના સ્વર માં સુંદર ગીતો ગાવા ની આગવી કળા પણ ધરાવે છે…
વેરાવળ ના કલાકાર સુનિલ કેલૈયા અને ટીમે હાંસિલ કર્યો ખિતાબ…
પ્રથમ વખત સતત 8 કલાક 80 થી વધુ ગીતો કરાઓકે સંગીત સાથે ગાવા નો રેકોર્ડ…
જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના હસ્તે સ્પર્ધા ની કરાઈ હતી શરૂઆત…
વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ની ટિમ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયું…
રેકોર્ડ ના પગલે સંગીત પ્રેમીઓ માં ખુશી ની લહેર…
મુકેશજી ના સુમધુર સ્વર ધરાવતા સુનિલભાઈ અને તેમના મિત્રો એ તેમના માં રહેલા કલા કૌશલ્ય ને આગળ લાવવા રેકોર્ડ સ્થાપવા માટે નક્કી કર્યું અને આ માટે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા સંસ્થા નો સંપર્ક કરી આયોજન કરાયેલ.
બાઈટ : પવન સોલંકી ( પ્રેસિડેન્ટ- વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા)

 

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે અનોખા રેકોર્ડ સ્થાપિત કાર્યક્રમ નો શુભારંભ કરાયો હતો. જેમાં સતત આઠ કલાક સુધી સુનિલભાઈ એ તેમના ગ્રુપ સાથે મુકેશજી ના સ્વર માં 80 થી વધુ ગાયન નો રેકોર્ડ સ્થપાયો.
વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ની ટિમ દ્વારા સર્ટિફિકેટ અને ગોલ્ડ મેડલ એનાયત કરી બિરદાવવા માં આવ્યા હતા.
સંગીત ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લા નું ગૌરવ વધારનાર વિપ્ર આધેડ સુનિલભાઈ કેલેયા રેકોર્ડ સ્થાપિત થતાં ખૂબ જ ખુશ થયેલ એટલું જ નહીં સંગીત ક્ષેત્રે હજુ પણ પોતે વધુ યોગદાન આપવા તત્પર હોવાનું જણાવેલ.
બાઈટ : સુનિલભાઈ કેલૈયા ( રેકોર્ડ વિજેતા – સિંગર – વેરાવળ )
વેરાવળ જેવા નાના શહેર માં સંગીત ક્ષેત્રે સ્થપાયેલ અનોખો વર્લ્ડ રેકોર્ડ દરેક માટે ગૌરવ ની વાત છે તો સાથે સાથે લોકો ના અંદર રહેલી કુદરતી કલા ને બહાર લાવવા માટે નું માધ્યમ પણ બની રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here