Thursday, March 28, 2024
Homeમેડિકલ સ્ટાફની ભરતી : યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે હોસ્પિટલમાં 8 હોદ્દાની 262...
Array

મેડિકલ સ્ટાફની ભરતી : યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે હોસ્પિટલમાં 8 હોદ્દાની 262 ભરતી માટે ઇન્ટરવ્યુ થશે

- Advertisement -

કોરોનાના કેસ વધતાં શહેરમાં હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યાં છે, જેથી હવે કેન્દ્ર સરકારના DRDOના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવવાની છે. હોસ્પિટલ એક અઠવાડિયા જેટલા સમયમાં ઊભી થશે. એ માટે સ્ટાફની પણ નિમણૂક જરૂરી છે, જેથી 8 હોદ્દા માટે 262 જગ્યા માટે ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

25 હજારથી 2 લાખ સુધીનો પગાર મળશે
DRDOના સહયોગથી શરૂ થનારી 900 બેડની કોવિડ હોસ્પિટલ માટે 8 હોદ્દા માટે કરાર આધારિત 3થી 6 માસના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવશે. એ માટે વોક-ઈન-ઇન્ટરવ્યુનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 અને 21 એપ્રિલે બપોરે 3થી 5 દરમિયાન ગૂગલ મીટથી ઇન્ટરવ્યુ યોજાશે. 06 ફિઝિશિયન, 09 એનેસ્થેસિયા, 20 મેડિકલ ઓફિસર, 200 સ્ટાફ નર્સ, 20 ફિઝિશિયન આસિસ્ટન્ટ, 02 હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ, 02 બાયો મેડિકલ એન્જિનિયર, 03 લેબોરેટરી ટેક્નિશિયનની ભરતી માટે ઇન્ટરવ્યુ યોજાશે, જેમને 25 હજારથી 2 લાખ સુધીનો પગાર આપવામાં આવશે.

વધારાનું કોઈ ભઠ્ઠું કે લાભ ચૂકવવામાં નહિ આવે
ભરતીપ્રક્રિયા કરાર આધારિત થશે, જેમાં 3થી 6 માસ સુધી ફિક્સ વેતન આધારે ભરતી કરવામાં આવશે. ભરતી કરેલી વ્યક્તિને કોઈ વધારાનું ભથ્થું કે લાભ ચૂકવવામાં નહિ આવે. ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ઈ-મેલ મોકલવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular