Tuesday, April 16, 2024
Homeભરતી કૌભાંડ / જામનગરમાં આરોગ્ય અધિકારીએ પટાવાળાની લાયકાત ધરાવતા જમાઈને બોગસ ડિગ્રીથી...
Array

ભરતી કૌભાંડ / જામનગરમાં આરોગ્ય અધિકારીએ પટાવાળાની લાયકાત ધરાવતા જમાઈને બોગસ ડિગ્રીથી ભરતી કરી સેનેટરી ઈન્સ્પેક્ટર બનાવી દીધો

- Advertisement -

જામનગર: જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીએ તેના બોગસ ડિગ્રી ધરાવતા જમાઇને સેનેટરી ઇન્સ્પેકટરની પોસ્ટ પર લેખિત ભલામણ કરી રેડકોર્સ મારફતે ભરતી કરી લીધા હતા. સમગ્ર બનાવ ત્રણ વર્ષ બાદ બહાર આવતા હોબાળો મચી ગયો છે. જમાઇરાજાને તંત્રે તાત્કાલિક ઘરે બેસાડી દીધો છે. જ્યારે સસરા એવા જિલ્લા આરોગ્ય અધિકારી સામે પગલા તોળાઇ રહ્યા છે.

ભાંડો ફુટી જતાં ભોપાળું બહાર આવ્યું
જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી. બથવાર દ્વારા તા. 12 ફેબ્રુ. 2016ના એક પત્રથી અર્બન હેલ્થ સેન્ટર સિકકામાં સેનેટરી ઇન્સ્પેકટરની ખાલી જગ્યા પર એસઆઇની બોગસ ડીગ્રી ધરાવતા તેમના જમાઇ કિશોર જે. પડાયાને નોકરીમાં રાખતા લેખિત ભલામણ કરતા ઇન્ડિયન રેડકોર્સ અમદાવાદ મારફતે તેને નોકરી અપાવેલના છેલ્લે સાડા ત્રણ વર્ષ જેવા સમયથી તે નોકરી કરતો પરંતુ ભાંડો ફુટી જતા આખું ભોપાળું બહાર આવ્યું અને તાત્કાલિક બોગસ ડિગ્રી ધરાવતા સેનેટરી ઇન્સ્પેકટર એવા કિશોર પડાયાને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. હવે તેના સસરા જિલ્લા આરોગ્ય અધિકારી સામે પગલા તોળાઇ રહ્યા છે.

કેમ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું?
બોગસ ડિગ્રીધારક કિશોર પડાયા અગાઉ અર્બન હેલ્થ સેન્ટર સિક્કામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો.પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી સસરાની મહેરબાનીથી બોગસ ડિગ્રી પર સેનેટરી ઇન્સ્પેકટર તરીકે નોકરી મેળવી લીધી હતી. પરંતુ કામ આવડતું ન હતું જે બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના ધ્યાને આવ્યું અને તેમણે તપાસ કરતા સિક્કાના જુના માણસોએ કબુલ્યુ કે, અહીં પટ્ટાવાળો હતો અને સેનેટરી ઇન્સ્પેકટર બની ગયો.

ડિગ્રીના સમયગાળા દરમિયાન નોકરી ચાલુ
બોગસ સેનેટરી ઇન્સ્પેકટર કિશોર પડાયાએ કેલરોસ ટીચર્સ યુનિર્વસીટી અમદાવાદમાંથી 14 મેથી એપ્રિલ 15 દરમિયાન એસઆઇનો અભ્યાસ કર્યો હતો. પરંતુ આ સમય દરમિયાન હાજરી પત્રકમાં તેની હાજરી અર્બન હેલ્થ સેન્ટર સિકકામાં બોલે. આમ તેણે કોઇ અભ્યા જ ન હતો કર્યા ફકત ડીગ્રી (જે બોગસ હોવાની શકયતા છે) મેળવી લીધી હતી.

સસુરજીની કૃપા, નકલી ડિગ્રી પર અસલી નિમણૂકપત્ર
કીશોર પડાયા જે જિલ્લા આરોગ્ય અધિકારી બથવારના જમાઇ થાય તેમને કામ આવડતું ન હતું. તેમજ પ્રમાણપત્રો, હાજરી વગેરે ચકાસતા બોગસ જણાતા તેને તા. 18 મે 2019ના તાત્કાલિક અસરથી છુટ્ટા કરી દીધા છે અને જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી.બથવારે તમામ વિગતથી વાકેફ હોવા છતાં જમાઇને બોગસ ડિગ્રી આધારીત નિમણૂક કરી હોદાનો દુરઉપયોગ કર્યો જે તપાસનો વિષય છે અને ડીડીઓ ત્રણેય દિવસ ગાંધીનગર મિટીંગમાં હોવાથી તે આવ્યે નિર્ણય કરશે.
-ડો. આર.વી. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ રિપોર્ટ કર્યા
આ આખા પ્રકરણમાં મહત્વની ભૂમિકા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલે ભજવી છે. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી વિરૂધ્ધ જિલ્લા વિકાસ અધિકારીને બોગસ ડીગ્રી, ભરતી, ભલામણ અંગે રિપોર્ટ કરી ડી.ઓ.ને આ પ્રકરણમાં તપાસની જરૂર હોવાનું જણાવી જિલ્લા આરોગ્ય અધિકારીએ હોદાનો દુરઉપયોગ કર્યો હોવાનું જણાવી તપા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular