લાલ કપ્તાનનો ટીઝર થયો આઉટ, સૈફ અલી ખાન નિભાવશે નાગા સાધુનો રોલ

0
26

સૈફ અલી ખાન 16 ઓગષ્ટે તેનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે તેની આગામી ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર સામે આવ્યું છે. 36-સેકન્ડનાં આ ટીઝરમાં તે તેના ચહેરા પર ભભૂત લગાવતો નજર આવી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ ટીઝર સાથે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ બહાર આવ્યું હતું, જે ઘણુ દમદાર હતુ. આ ફિલ્મનો મુકાબલો પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક સાથે થશે. આ ફિલ્મ પણ 11 ઓક્ટોબરે જ રિલીઝ થશે.

સૈફ અલી ખાનની ફિલ્મ એક પિરિયડ ડ્રામા હોય તેવુ સામે આવી રહ્યુ છે, જેમાં તેનું પાત્ર ખૂબ જ રસપ્રદ બનશે. આ ફિલ્મમાં તેનુ પાત્ર નાગા સાધુનું છે. ફિલ્મનું દિગ્દર્શન નવદીપ સિંહ કરી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનાં નિર્માતા સુનીલ લુલ્લાએ જણાવ્યું હતું કે, સૈફ એક ગિફ્ટેડ અભિનેતા છે અને સ્ક્રિપ્ટ તેમને તેમની પ્રતિભા બતાવવાની તક આપી રહી છે.

આ ફિલ્મને આનંદ એલ રોયે પણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું કે, અમને તેનાપર પૂરો વિશ્વાસ છે. ‘લાલ કપ્તાન’ એક એવી ફિલ્મ છે કે જે નિશ્ચિતરૂપે પોતાની શૈલી અને નૈરેટિવ સ્ટાઇલનો પરિચય આપશે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ યેલો પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી રહી છે.

તાજેતરમાં જ સેટ પરથી અભિનેતાની તસવીરો વાયરલ થઈ હતી. જેમાં કલાકારો અલગ જ શૈલીમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે અગાઉ આ ફિલ્મનું નામ હંટર રાખવામાં આવ્યુ હતું પરંતુ નિર્માતાઓ આ નામથી ખુશ ન હતા, તેથી તેઓએ નામ બદલવાનું નક્કી કર્યું. હવે સૈફની ફિલ્મ ‘લાલ કપ્તાન’નાં નામે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here