Sunday, November 28, 2021
HomeRedmi Note 7 Pro ભારતમાં લોન્ચ, જાણો 48MP+5MP કેમેરા ધરાવતા ફોનની કિંમત
Array

Redmi Note 7 Pro ભારતમાં લોન્ચ, જાણો 48MP+5MP કેમેરા ધરાવતા ફોનની કિંમત

ચીની કંપની Xiaomiએ 28 ફેબ્રુઆરીના ભારતમાં Redmi Note 7 Pro લોન્ચ કર્યો છે. Xiaomiએ Redmi Note 7 Proને દુનિયાભરમાં સૌથી પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 7 Proમાં 6.3 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે, 48 મેગાપિક્સલનો Sony IMX586 સેન્સર, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર જેવા ફિચર છે. હવે Xiaomiએ કન્ફર્મ કર્યુ કે, Redmi Note 7 Proને 20 માર્ચના ચીનમાં લોન્ચ કરવામાં આવશે.

Redmi Note 7 Pro ની કિંમત:

Redmi Note 7 Pro ની શરૂઆતી કિંમત 13999 રૂપિયા છે. આ કિંમતમાં 4GB RAM અને 64GB સ્ટોરેજની છે. તો 6GB RAM અને 128GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 16999 રૂપિયા છે. ફોનમાં 6.3 ઇંચની ડોટ નોટ ડિસ્પ્લે આપેલી છે.  આ સ્માર્ટફોનના બેકમાં નવી Aura ડિઝાઇન છે. સ્માર્ટફોનના ગ્રેડિએન્ટ ફિનિશ આપેલુ છે. સ્માર્ટફોનના બેક અને ફ્રન્ટમાં બંનેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપેલો છે. Redmi Note 7 Proને 3 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન નેપ્ટ્યૂન બ્લૂ, નેબુલા રેડ અને સ્પેસ બ્લેક કલરમાં મળશે. આ સ્માર્ટફોનમાં 4000mAHની બેટરી આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોનની બેટરી 2 દિવસ ચાલશે. બેટરીનો સ્ટેન્ડબાય ટાઇમ 14 દિવસનો છે. ફાર્સ્ટ ચાર્જિંગ માટે ક્વૉલકોમ ક્વિક ચાર્જ 4ને સપોર્ટ કરે છે.

Redmi Note 7 Proના કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોનની પાછળ 2 કેમેરા છે. પહેલો કેમેરા 48 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. ફોનમાં  Sony IMX 586ના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો AI ફ્રન્ટ કેમેરા છે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં Type C Port  અને 3.5mm હેડફોન જેક આપેલો છે. ફોનમાં IR બ્લાસ્ટર પણ  આપેલુ છે. તેનાથી તમે પોતાના સ્માર્ટફોન યુનિવર્સલ રિમોટ બનાવી શકો છો. આ સ્માર્ટફોન AI ફેસ  અનલોકને પણ સપોર્ટ કરશે.

Redmi Note 7 Proનો પહેલો સેલ 13મી માર્ચના બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ સ્માર્ટફોન mi.com, mi HOme અને Flipkart પર મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments