ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું રિસર્ચ : કમરની સાઈઝ 40 ઈંચ કે તેનાથી વધારે હોય તો ઘટાડો, કેમ કે આવા લોકોને પ્રોસ્ટેટ કેન્સરથી મૃત્યુનું જોખમ 35 ટકા છે

0
6

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વધી રહેલી મેદસ્વિતાનું એક બીજું જોખમ શોધી કાઢ્યું છે. અહીં થયેલા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો કોઈ પુરુષની કમર 40 ઇંચથી વધુ છે, તો પ્રોસ્ટેટ કેન્સરથી તેનું મૃત્યુ થવાનું જોખમ 35 ટકા સુધી રહે છે. રિસર્ચ 2 લાખ પુરુષો પર કરવામાં આવ્યું છે.

રિસર્ચની એક બીજી વાત ચોંકાવનારી છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, અહીં જોખમનો અર્થ આખા શરીરીની ચરબી અથવા BMI વધારે હોવાનો નથી. શરીરના ખાસ ભાગ પર ચરબી વધવાને કારણે જોખમ વધે છે. આવું કેમ છે તેનાં કારણો પણ વૈજ્ઞાનિકોએ જણાવ્યાં છે.

પેટની ચરબી સૌથી વધારે જોખમકારક

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, પેટ પર જામેલી ચરબી સૌથી જોખમકારક છે, કેમ કે, તે શરીરના સૌથી જરૂરી અંગ લિવર, પેન્ક્રીયાઝ, અને આંતરડાં પર અસર કરે છે. આ અંગોની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે. તે ઉપરાંત તે કેન્સરના કોષોની સંખ્યાને વધારે છે.

10 વર્ષ સુધી રિસર્ચ ચાલ્યું

  • આ રિસર્ચને તાજેતરમાં બ્રિટનમાં મેદસ્વિતા પર આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ 10 વર્ષ સુધી રિસર્ચમાં સામે લોકોનો બોડી માસ ઈન્ડેક્સ (BMI), શરીરની કુલ ચરબી, કમરનો ઘેરાવો અને હિપ કદનું નિરીક્ષણ કર્યું.
  • રિસર્ચમાં સામેલ 25 ટકા પુરુષોની કમરની સાઈઝ વધારે હતી. તેમાં પ્રોસ્ટેટ કેન્સરના કારણે થતાં મૃત્યુનું જોખમ 35 ટકા સુધી છે. જો કે, સંશોધકોને મનુષ્યની BMI અને કુલ ચરબીની વચ્ચેની તેનું કોઈ કનેક્શન હોવાનું જણાવ્યું નથી.
  • સંશોધક ડો. આરોરા પ્રેઝ-કોર્નેગોના જણાવ્યા પ્રમાણે, અમે કમર અને પેટની ચરબી અને પ્રોસ્ટેટ કેન્સરની વચ્ચે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. તેના વધવાથી કેન્સરથી થતા મૃત્યુનું જોખમ વધે છે. પરંતુ શરીરની કુલ ચરબીથી તેનું કોઈ કનેક્શન સામે નથી આવ્યું.

શું હોય છે પ્રોસ્ટેટ કેન્સર?

તે પ્રોસ્ટેટ ગ્રંથિના કોષોમાં પેદા થતું કેન્સર છે. પ્રોસ્ટેટ ગ્રંથિને પૌરુષ ગ્રંથિ પણ કહેવામાં આવે છે. પ્રોસ્ટેટ ગ્રંથિનું કામ એક ઘટ્ટ પદાર્થને રિલીઝ કરવાનું છે. તે વીર્યને પ્રવાહી બનાવે છે અને શુક્રાણુના કોષોને પોષણ આપે છે. પ્રોસ્ટેટ કેન્સર ધીમે ધીમે વધે છે. મોટાભાગના દર્દીઓમાં તેનાં લક્ષણો નથી દેખાતાં. જ્યારે તે એડવાન્સ સ્ટેજમાં પહોંચે છે તો લક્ષણ દેખાવાનાં શરૂ થાય છે. ​​​​​​​ ​​​​​​​પ્રોસ્ટેટ કેન્સરના સૌથી વધારે કેસ દિલ્હી, કોલકાતા, પુણે, તિરુવનંતપુરમ, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોમાં જોવા મળ્યા છે.

  • નિષ્ણાતની ટિપ્પણી: જસલોક હોસ્પિટલ, મુંબઈના કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક સર્જન ડો. સંજય બોરુડે પાસેથી જાણો મેદસ્વિતા બીમારી કેમ બની રહી છે…

1) કેવી રીતે જાણવું કે તમે મેદસ્વિતાનો ભોગ બન્યા છો?તપાસવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

ડો. સંજય બોરુડે : મેદસ્વિતા એટલે શરીરનું વજન જરૂર કરતાં વધારે હોવું. શરીરની રચના જોઈને તેની તપાસ કરવામાં નથી આવતી. મેદસ્વિતા કેટલી છે તેને ત્રણ પ્રકારથી તપાસવામાં આવે છે. પ્રથમ પદ્ધતિમાં, શરીરની ચરબી, સ્નાયુઓ, હાડકાં અને શરીરના વજનની તપાસ કરવામાં આવે છે. બીજામાં બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી પદ્ધતિમાં હિપ અને કમરનો ઘેરાવો જોવામાં આવે છે. આ તપાસ બતાવે છે કે તમે ખરેખર મેદસ્વી છો કે નહીં. ​​​​

2) મેદસ્વિતા ઘણા રોગોનું કારણ શા માટે છે?

ડો. સંજય બોરુડે : સામાન્ય રીતે કહીએ તો, મેદસ્વિતા મોટાભાગના રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો, અને કેન્સરનું કારણ ચરબી છે. ફેટ જ્યારે વધે છે તો શરીરના દરેક ભાગમાં વધે છે. ચરબીમાંથી રિલીઝ થતા હોર્મોનને નુકસાન પહોંચાડે છે તેથી શરીરનો દરેક ભાગ તેનાથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, પેન્ક્રીયાઝનો ફેટ ડાયાબિટીસ, કિડનીનો ફેટ બ્લડ પ્રેશર, હાર્ટની આસપાસ જમા ચરબી હૃદય રોગનું કારણ બને છે.

3) તેને સરળ રીતે નિયંત્રિત કેવી રીતે કરવું?

ડો. સંજય બોરુડે : સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે કેલરી કેટલી લેવી જોઈએ અને તેને કેવી રીતે બર્ન કરવાની છે. તેના માટે શરીરનું હલનચલન જરૂરી છે. દરરોજ 80 મિનિટ ચાલવું, સીડી ચડ ઊતર કરવી, રાતે હળવો ખોરાક લેવો અને ઘરનું કામ કરવાથી મેદસ્વિતાને સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. તે એટલા માટે પણ જરૂરી છે કેમ કે, તે શરીરની સાથે મગજ માટે પણ નુકસાનકારક છે.

આપણે જેટલી કેલરી ખાઈએ છીએ અને તેને બર્ન પણ કરીએ છીએ, લોકોને તેની જાણકારી હોવી જરૂરી છે. તે મેદસ્વિતાને રોકવામાં મદદ કરશે અને આવું થાય છે તો આંકડામાં ઘટાડો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here