ડીઝલની ઘટતી માગને લીધે રિફાઈનરીઓનું ગણિત ખોટું પડ્યું, પેટ્રોલની આયાત પર નિર્ભર બન્યા

0
10

શું છે ઓઈલ કંપનીઓની સમસ્યા :ભારતીય રિફાઈનરીઓના ઉત્પાદનનુ ગણિત એવુ છે કે, પ્રત્યેક ટન પેટ્રોલ બનાવવા માટે 2.5 ટન ડિઝલ બનાવવુ પડે છે. જ્યારે દેશમાં પેટ્રોલની માગ સામાન્ય સ્તરે પહોંચી છે. પરંતુ ડિઝલની માગ સામાન્ય કરતાં 8 ટકા ઓછી છે. એવામાં પેટ્રોલનુ સામાન્ય ઉત્પાદન કરવા પર પણ વધારાનુ ડિઝલ બનશે. જેની માર્કેટમાં હાલ કોઈ માગ નથી.

વૈશ્વિક સ્તરે કોરોના મહામારીના કારણે મોટા ભાગના સેક્ટરમાં ડિમાન્ડ ઘટી છે. જેના કારણે અર્થતંત્રની ગતીમાં અવરોધ આવ્યો છે. ખાસકરીને રિફાઇનરી કંપનીઓના ગણિત ખોરવાઇ ગયા છે. ઇંધણની માગ વૈશ્વિક સ્તરે સતત ઘટી રહી છે. ક્રૂડની કિંમતો સતત ઘટી રહી હોવા છતાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત ઉંચકાઇ છે. પેટ્રોલની તુલનાએ ડિઝલના ભાવમાં આવેલ ઝડપી વધારાના કારણે ઓટો સેક્ટરમાં હવે પેટ્રોલ-સીએનજી તરફ ગ્રાહકોની ડિમાન્ડ ખુલી છે.

દેશની દિગ્ગજ ઓઈલ કંપનીઓ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે. પેટ્રોલની પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતા હોવા છતાં તેઓ પેટ્રોલની માગ આયાત મારફત પૂરી પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન ઓઈલ અને બીપીસીએલ જેવી કંપનીની રિફાઈનરીઓ પેટ્રોલની તુલનાએ વધુ પ્રમાણમાં ડિઝલ બનાવવા સંદર્ભે ડિઝાઈન કરવામાં આવી છે. જ્યારે હાલ પેટ્રોલની માગ સામાન્ય સ્તર પર છે. જ્યારે ડિઝલની માગ સામાન્ય કરતાં 8 ટકા ઓછી છે. રિફાઈનરીઓ ડિઝલનુ ઉત્પાદન ઓછુ કરી રહી છે. જેનાથી પેટ્રોલનુ ઉત્પાદનમાં વધુ ઘટાડો થયો છે. એવામાં ઓઈલ કંપનીઓ પેટ્રોલની આયાત પર નિર્ભર બની છે. જ્યાંસુધી ડિઝલની માગ સામાન્ય સ્તરે નહીં પહોંચે ત્યાંસુધી રિફાઈનરી કંપનીઓ દરમહિને પેટ્રોલની આયાત કરશે. દેશમાં ડિઝલનો સૌથી વધુ વપરાશ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક ગતિવિધિઓમાં થાય છે.

એક બાજુ સામાન્ય લોકો કોરોના વાયરસના ચેપથી બચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળી રહ્યા છે. ખાનગી વાહનોને પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી બાજુ વપરાશ પ્રભાવિત થવાથી ઔદ્યોગિક ગતિવિધિઓ મંદ ગતિએ વધી રહી છે. સિઝનલ માગ ઘટતાં અને રિટેલ ભાવો વધ્યા છે. પરિણામે દેશમાં ડિઝલની માગ હાલ પણ 8 ટકા ઘટી છે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ)ના માર્કેટિંગ ડિરેક્ટટર એ.કે. સિંહ અનુસાર, કંપનીની રિફાઈનરીઓ સરેરાશ 80 ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે. રિફાઈનરીની ડિઝાઈન એવી છે કે, પ્રતિ એક ટન પેટ્રોલના ઉત્પાદન માટે 2.5 ટન ડિઝલનુ ઉત્પાદન કરવુ પડે છે.

ડીઝલની માંગ 5% વધે તો પેટ્રોલ આયાતની જરૂર નહીં
સિંહના જણાવ્યા મુજબ, ડીઝલની માંગમાં 5 ટકાનો વધારો નોંધાયો તો અમારે પેટ્રોલ આયાત કરવાની જરૂર રહેશે નહીં. હાલમાં ડીઝલની ઓછી માંગ ક્રૂડ ઓઇલ પ્રક્રિયાને અટકાવી રહી છે. આ એક અસ્થાયી તબક્કો છે. બી.પી.સી.એલ. ભવિષ્યની માંગને પહોંચી વળવા દક્ષિણ ભારતની કોચ્ચી રિફાઇનરી ખાતે પેટ્રોલ યુનિટની સ્થાપના કરી રહ્યું છે. આ પ્લાન્ટ માર્ચમાં કાર્યરત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here