સુરત : ઓનલાઇન અભ્યાસ કરવાની ના પાડતા સગીરાએ કર્યો આપઘાત

0
0

સુરતના કતારગામાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવારજનોએ ઓનલાઇન અભ્યાસ કરવાની ના પાડતા સગીરાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

surat-katargam-minor-girl-suicide-7

 

સગીરા ધો.10નો ઓનલાઇન અભ્યાસ કરી રહી છે. છેલ્લા થોડાક દિવસ પહેલા આપઘાત કરનાર સગીરાની તબિયત લથડી હતી. સગીરાને માથામાં સતત દુખાવો થતો હતો. ત્યારબાદ પરિવારે સગીરાને સ્મીમેર હોસ્પિલમાં તપાસ માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરો તેણીને વધારે પડતો સમય મોબાઇલ, ટીવીમાં હોવાથી આંખ ખેચાયા કરે છે. અને તેના કારણે માથુ દુઃખતુ હોવાનું કહ્યું હતુ.

ત્યારબાદ થોડાક દિવસ માટે સતત ટીવી કે મોબાઇલનો ઉપયોગ તેમજ વધુ ઓનલાઇન અભ્યાસ ન કરવા ડોક્ટરે સલાહ આપી હતી. ડોક્ટરની સૂચના બાદ સગીરાની માથાના દુઃખાવાની દવા શરૂ કરવામાં આવી હતી. સગીરા છેલ્લા 15 દિવસ ઉપરાંતથી દવા લઇને પોતાની સારવાર લઇ રહી હતી.

તેવામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પરિવારજનોએ તેણીને ટીવી જોવાની ના પાડી હતી અને રૂમમાં રહીને આરામ કરવાનું કહ્યું હતું.  દરમિયાન માનસિક તાણ અનુભવતી રહેતી સગીરાએ સોમવારે સાંજના સમયે  માતા-પિતા શાકભાજી લેવા માટે ગયા હતા. ત્યારે ઘરમાં હાજર દાદીને રૂમમાં કપડા બદલવા જાઉ છું કહીને રૂમનો દરવાજા બંધ કરી દીધો હતો.

થોડા સમય બાદ જ્યારે માતા-પિતા આવ્યા ત્યારે તેઓ સગીરાની પૂછપરછ કરી હતી. પરંતુ સગીરાએ અંદરથી દરવાજા ખોલ્યો ન હતો. આખરે દરવાજા તોડી નાંખતા સગીરા પંખાના હુક સાથે લટકતી હાલતમાં જાવા મળી હતી. દીકરીને લટકતી હાલતમાં જોઇ પરિવારજનો ભાંગી પડ્યા હતા.

તો બીજી તરફ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાઇ, આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here