પાયલટ જૂથની વાપસીના વિરોધ અંગે : CM અશોક ગેહલોતે કહ્યું-ધારાસભ્યોની નારાજગી સમજી શકું છું, પરંતુ લોકતંત્ર બચાવવા સૌ સહમત છીએ

0
0

જયપુર. રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ જૂથની વાપસીના વિરોધ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારા ધારાસભ્યોનું પરેશાન હોવું સ્વાભાવિક છે. જે પ્રકારે આ પ્રકરણ થયુ અને જે પ્રકારે તે(પાયલટ જૂથના ધારાસભ્ય)એક મહિના સુધી રહ્યા, તે સ્વાભાવિક હતું. મેં તેમને સમજાવ્યા કે ઘણી વખતે આપણે સહનશીલ બનવું પડે છે જો આપણે દેશ, રાજ્ય અને લોકોની સેવા કરવી હોય તો. ખાસકરીને લોકતંત્રને બચાવવું હોય ત્યારે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા જે મિત્ર ચાલ્યા ગયા હતા તે હવે પાછા આવી ગયા છે. મને આશા છે કે અમે અમારા બધા મતભેદોને દુર કરીશું અને રાજ્યની સેવા કરીને અમારા સંકલ્પને પુરો કરીશું. જો કે, જેસલમેરમાં મંગળવારે ધારાસભ્ય પક્ષની બેઠકમાં પાયલટ જૂથની વાપસીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગેહલોત જૂથના ધારાસભ્યોએ કહ્યું- બળવાખોરોને ન સરકારમાં કે ન તો સંગઠનમાં જગ્યા મળવી જોઈએ
ધારાસભ્ય પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ કહ્યું કે, પાયલટ જૂથ અને પ્રિયંકા ગાંધી વચ્ચે ભલે જે પણ સમજૂતી થઈ હોય, પણ બળવાખોરને ન તો સરકારમાં લેવા જોઈએ કે ન તો તેમને સરકારમાં કે સંગઠનમાં સ્થાન આપવું જોઈએ. બેઠકમાં ગેહલોતે કહ્યું કે, લોકતંત્ર અને કોંગ્રેસને બચાવવું છે એટલા માટે છાતી પર પથ્થર રાખીને બધાની વાત સાંભળ છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, બળવાખોરોની વાપસી કોઈ પણ શરત વગર થઈ છે. કોઈ દરવાજા પર આવે છે તો આપણે તેમને ના ન પાડી શકીએ.

અપડેટ્સ

  • મુખ્યમંત્રી અશોક ગેહલોત લગભગ સાડા ચાર મહિના પછી જેસલમેરથી બુધવારે તેમના ગૃહ નગર જોધપુર આવશે. અહીંયા તેઓ કોરોનાની સમીક્ષા કરશે. આ પહેલા તેઓ રક્ષાબંધન પર આવવાના હતા.
  • પાયલટ જૂથના ધારાસભ્ય આજે સાંજે જયપુર પહોંચશે. તેમને લાવવા માટે 4 ચાર્ટર્ડ અને એક બોઈંગ વિમાન મોકલવામાં આવ્યું છે.

ગેહલોતે કહ્યું હતું કે, નારાજ ધારાસભ્યોનું દિલ જીતીશ

  • ગેહલોતે મંગળવારે કહ્યું હતું કે, સીએમ હોવાની રીતે આ મારી જવાબદારી છે. હું જાણવાનો પ્રયાસ કરીશ કે તેમને કયા વાયદા કર્યા અને કયા વાયદા માટે તેઓ ફરીયાદ કરી રહ્યા છે.
  • પાયલટે કહ્યું હતું કે, ગેહલોત મોટા છે. સન્માન કરું છું, પણ કામનો મુદ્દો ઉઠાવવાનો હક છે. મુદ્દો એ નથી કે હું કોઈનો કેટલો વિરોધ કરું છું, પણ એવી ભાષાનો ઉપયોગ નથી કરતો. સાર્વજનિક રીતે બોલતી વખતે લક્ષ્મણ રેખા હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here