સુશાંત કેસને લઇને બીજેપીના કયા મોટા નેતાએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસને છોડીશુ નહીં, જાણો વિગતે

0
0

મુંબઇઃ સુશાંત સિંહ કેસ કાયદેસરની ગૂંચવણમાં ફસાઇ ચૂક્યો છે, ત્યારે બીજેપીના મોટા નેતા અને રાજ્યસભા સાંસેદ સુબ્રમણ્મયમ સ્વામીએ સુશાંત કેસને લઇને ખાસ ટ્વીટ કર્યુ છે, જેમાં તેમને પોતાના સત્યાપિત ટ્વીટર એકાઉન્ટ પરથી બૉલીવુડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યુ છે.

સુબ્રમણ્મયમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા બૉલીવુડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વાયરલૂ અને વાટરગેટ છે. પોતાના સીટ બેલ્ટ બાંધી લો, કેમકે જ્યાં સુધી દોષીને સજા નહીં મળી જાય, ત્યાં સુધી અમે અમારી કોશિશો નહીં છોડીએ. શુક્રવારે સ્વામીએ દિવગંત અભિનેતાના નોકરની અનુપસ્થિતિ અને સુશાંતના મોત બાદ બે એમ્બ્યૂલન્સ બોલાવવા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમને ટ્વીટ કરીને કહ્યું હતુ કે, કેમ બે એમ્બ્યૂલન્સ બોલાવી હતી? કોણે આને બોલાવી? જો મને સાચો જવાબ નથી મળતો તો હું એ વાતનુ અનુમાન લગાવી શકુ છું કે કેમ એસએસઆરનો ઇમાનદાર નોકર લાપતા છે. તે જીવતો છે કે પછી મરી ગયો? શું બીજી એમ્બ્યૂલન્સ તેના માટે હતી?

આ પહેલા તેને એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, સીબીઆઇને કપૂર હૉસ્પીટલના તે પાંચ ડૉક્ટરોની કડક પુછપરછ કરવી જોઇએ. જેને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ. સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરને હૉસ્પીટલ લઇ જનારા કર્મચારીઓ અનુસાર, સુશાંતના પગ ઘૂંટણથી નીચેના ભાગેથી વળેલા હતા(જેમ કે તુટી ગયા હોય), કેસ સમજાય એવો નથી.

ખાસ વાત છે કે, સુબ્રમણ્મયમ સ્વામી સુશાંતના મોત બાદથી જ સીબીઆઇ તપાસની માંગ કરી છે, તેમને આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કેટલાય પત્ર લખ્યા હતા. ગયા અઠવાડિયે સુશાંતના મૃતદેહના પૉસ્ટમોર્ટમ કરનારા પાંચ ડૉક્ટરોને પણ આડેહાથે લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here