રાજસ્થાન : કરૌલીમાં મંદિરની જમીન બાબતે 6 શખ્સોએ પૂજારીને જીવતા સળગાવ્યા, એકની ધરપકડ

0
7

રાજસ્થાનના કરૌલીમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં મંદિરની જમીન બાબતે 6 શખ્સોએ કેરોસીન છાંટી પૂજારીને દીવાસળી ચાપી દીધી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂજારીનું મોત થયું છે. મહત્ત્વનું છે કે, પોલીસે આ બાબતે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.