નિયમિત ચાલવાથી સેક્સલાઇફ સુધરે છે, જાણો તેના અન્ય ફાયદા

0
25

લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણે અનેકવાર સાંભળ્યું હશે કે ચાલવાની કસરત અન્ય કસરત કરતા સૌથી શ્રેષ્ઠ છે. ચાલવાની ટેવ પાડી હોય તો પણ વજન ઘટે છે તેની સાથે શરીર ફિટ પણ રહે છે. કસરત કરવા ઈચ્છુક ન હોય તેવા લોકો માટે વધુ પ્રયાસ વગર શરીરને ફિટ રાખવુ હોય તો ચાલવું ઉત્તમ માનવામાં આવે છે. તો આજે આપણે જાણીએ ચાલવાનાં અનેક ફાયદા.

 

    • રોજ ચાલવાથી હૃદય રોગનો ખતરો દૂર રહે છે. તે થવાની તક ઘટી જાય છે. જે લોકો નિયમિત ચાલે છે તેમનામાં આ રોગ થવાનું જોખમ ઓછું રહે છે. ઉપરાંત જેમને હૃદયરોગનો હુમલો આવી ગયો હોય કે પછી બાયપાસ સર્જરી કરાવી હોય તો તેમની તંદુરસ્તીમાં સુધારો જોવા મળે છે.
    • નિયમિત ચાલવાથી સેક્સ લાઈફમાં પણ સુધારો આવે છે. કારણ કે ચાલવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત બને છે તેના કારણે ફરક જોવા મળે છે.

 

    • ચાલવાના ફાયદા અનેક છે, પરંતુ શરીરની સર્વાંગી સુખાકારી માટે આ કસરત ઉત્તમ છે. કારણ કે તે શરીરનાં તમામ અંગો માટે લાભદાયી છે.

 

  • હાઈ બ્લડપ્રેશરના દર્દી હોય તેમને લોહીનું દબાણ ઘટાડવા માટે પણ ચાલવું એ શ્રેષ્ઠ રસ્તો છે.
  • ચાલવાથી રક્તનો જથ્થો યોગ્ય પ્રમાણમાં રક્તવાહિનીઓમાં વહેવા લાગે છે. તેના કારણે આ જોખમ ઘટે છે. હાડકાની મજબૂતાઈમાં પણ વધારો થાય છે. ઉપરાંત ડાયાબિટીસ, તણાવ, ચંચળતા, અનિદ્રા, વધુ પડતી ચરબી, કોલેસ્ટરોલ વગેરેમાં ચાલવું ગુણકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here