Friday, September 17, 2021
Homeરીના ઓલિયાનીએ જ્વાળામુખી પર 100.3 મીટરનું અંતર દોરડા પર કાપીને ગિનિસ વર્લ્ડ...
Array

રીના ઓલિયાનીએ જ્વાળામુખી પર 100.3 મીટરનું અંતર દોરડા પર કાપીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કરીના આરામથી હેલિકોપ્ટર પણ ઊડાવી શકે છે. - Divya Bhaskarબ્રાઝિલની વાઈલ્ડલાઈફ ફિઝિશિયન અને એડવેન્ચર લવર કરીના ઓલિયાનીએ આફ્રિકન દેશ ઈથોપિયામાં લાવાથી ભરેલા જ્વાળામુખી પર 100.3 મીટરનું અંતર દોરડા પર કાપીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. કરીના આશરે 329 ફૂટ ઉંચાઈ પર સળગતા લાવા પરથી પસાર થઈ. એર્ટા જ્વાળામુખી સતત સક્રિય રહે છે અને તેમાંથી ધધકતો લાવા બહાર નીકળતો રહે છે. આ કારણે અહીં લાવાનું એક તળાવ બની ગયું છે. આ જ્વાળામુખી પર એક દોરડું પણ બાંધેલું છે.

સાહસિક કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?

બાળપણથી કરીનાને એડવેન્ચર કામ ગમતા હતા. તે બ્રાઝિલના જંગલમાં તેની બહેન સાથે ખોવાઈ ગઈ હતી. એ ઘટના પછી ડરી જવાને બદલે એડવેન્ચર પ્રત્યે આકર્ષણ વધ્યું. 12 વર્ષની ઉંમરે તેણે સ્કૂબા ડાઈવિંગ શરુ કર્યું હતું.

ધધકતા જ્વાળામુખી પર ચાલતી વખતે શું તકલીફ પડી?

કરીના જે જ્વાળામુખી પરથી પસાર થઈ તેમાં રહેલા જ્વાળામુખીનું તાપમાન આશરે 1187 ડિગ્રી સેલ્સિયસ હતું. પરંતુ કરીનાને થોડો પણ ડર ના લાગ્યો. તેણે લાવાની ગરમીથી બચવા માટે સ્પેશિયલ શૂટ પહેર્યો હતો. સાથે ઓક્સિજન સિલિન્ડર અને હેલ્મેટ પણ પહેર્યું હતું. જો કે, કરીનાએ વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે જોખમ હતું. પરંતુ માર્ચ 2021માં તેણે આ કામ કરીને દુનિયાને અચંબામાં મૂકી દીધી.

અનેકવાર જીવ જોખમમાં મૂક્યો

કરીના ઓલિયાનીએ આની પહેલાં પણ અનેક એડવેન્ચથી ભરપૂર કામ કર્યા છે, તે પ્લેનની પાંખ પર ઊભી રહીને આકાશમાં ઊડી છે. જોખમી શાર્ક માછલી અને વ્હેલ સાથે તરી ચૂકી છે.

પાણીમાં એનાકોન્ડાની હાજરીમાં સ્વિમિંગ કર્યું. કરીનાએ આ બધા કામ કરતા પહેલાં સ્વિમિંગના સ્પેશિયલ કોર્સ કર્યા છે. તેની પાસે પાઈલટ ટ્રેનિંગનું પણ લાઈસન્સ છે. તે આરામથી હેલિકોપ્ટર પણ ઊડાવી શકે છે. કરીના ફ્યુચરમાં પણ અનેક એડવેન્ચર એક્ટિવિટી કરવા એકદમ તૈયાર છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments