વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં MS યુનિ.ના પ્રતિનિધિત્વ માટે સિન્ડિકેટ સભ્યના નામનો અસ્વીકાર : વિદ્યાર્થીઓએ BCA પ્રમુખનું પૂતળું બાળ્યું.

0
5

બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ. યુનિવર્સિટી ખાતે આવેલા ગ્રાઉન્ડ પર BCA પ્રમુખના પૂતળાનું દહન કરી વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટી ખાતે આવેલા ગ્રાઉન્ડ પર BCAના વહીવટકર્તાઓનો વિરોધ કર્યો
વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટી ખાતે આવેલા ગ્રાઉન્ડ પર BCAના વહીવટકર્તાઓનો વિરોધ કર્યો
AGSU સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું
BCAના વહીવટકર્તાઓ દ્વારા અંગત સ્વાર્થ માટે સર સયાજીરાવ ગાયકવાડની દેન એવી એમ.એસ. યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે સિન્ડિકેટ સભ્યના સભ્ય પદનો અસ્વીકાર કરાતા AGSU સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધકર્તાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી અને બીસીએ બન્ને પર વડોદરાની જનતાનો અધિકાર છે. બીસીએ કોઈ ખાનગી પેઢી નથી. ગાયકવાડ પરિવાર દ્વારા યુનિવર્સટીને સ્થાપના સમયે સભ્ય પદ આપવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓના હિત માટે અપાયું હતું. જો BCAમાં યુનિવર્સિટીને સ્થાન આપવામા નહીં આવે તો યુનિવર્સિટીમાં આવેલ ડી.એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આપવામા નહીં આવે.
AGSU સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું
AGSU સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
BCAના પ્રમુખ પ્રણવ અમીનના પૂતળાનું દહન કર્યું
એમ.એસ. યુનિવર્સિટી જી.એસ, AGSU સંગઠન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા BCAના વહીવટકર્તાઓ સામે ડીએન હોલ ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું અને ક્રિકેટ મેદાન પર BCAના પ્રમુખ પ્રણવ અમીનના પૂતળાનું દહન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here