ભારતની ચીનને ચેતવણી : ભારતીય રાજદૂતે કહ્યું, ચીને સરહદ પર સૈન્ય વધારવાનો પ્રયાસ કર્યો તો સંબંધ બગડી શકે છે, ચાઈનીઝ આર્મી લદ્દાખમાં પ્રવૃતિઓ બંધ કરે

0
0

નવી દિલ્હી. ભારતે ચીનને ચેતવણી આપી છે કે જો સરહદ પર સૈન્ય વધારવાના પ્રયત્નો કર્યા તો માત્ર શાંતિ પ્રક્રિયાને અસર નહીં થાય, પણ દ્વિપક્ષીય સંબંધોને પણ નુકસાન થઈ શકે છે. પૂર્વી લદ્દાખમાં ચીનને તેની પ્રવૃત્તિઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ શુક્રવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.

ચીન પોતે નક્કી કરે કે સંબંધ કેવા રાખવા છે
મિસરીએ કહ્યું, બોર્ડર પર ચીનના સૈનિકોની હરકતોથી બંને દેશોના સંબંધોને અસર થઈ છે. તે સંપૂર્ણ ચીનની જવાબદારી છે કે, તે સંબંધની બાબતમાં સાવચેત રહે અને આગળ શું કરવું છે તે નક્કી કરે. ચીને ભારતીય સૈનિકોના સામાન્ય પેટ્રોલિંગ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

ચીન એવા ક્ષેત્રમાં સક્રિય છે જ્યાં ક્યારેય વિવાદ થયો  હતો
મિસરી લદ્દાખમાં ગલવાન ખીણ ઉપરના ચીનના દાવાને નકારી દીધો હતો. તેમણે કહ્યું કે આવા જૂઠ્ઠાણાથી ચીનને કોઈ ફાયદો થશે નહીં. સરહદ પર અમારી બાજુની તમામ પ્રવૃત્તિઓ અમારા ક્ષેત્રની વાસ્તવિક લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર છે. ચીને બિનજરૂરી પ્રવૃત્તિઓ બંધ કરવાની જરૂર છે. તે ચોંકાવનારી બાબત છે કે તેણે આ ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ કરી હતી, જે ક્યારેય વિવાદમાં નહોતું.

સરહદ પર તણાવ માટે ચીન જવાબદાર
ગલવાન ખીણ પરના ચીનના દાવાના જવાબમાં ભારતીય રાજદૂતે આ પ્રતિક્રિયા આપી છે. ભારતમાં ચીનના રાજદૂત સુન વેડોન્ગે ગુરુવારે કહ્યું કે સરહદ પર તણાવ ઓછો કરવાની ભારતની જવાબદારી છે. આ તરફ, મિશ્રીએ કહ્યું, “અમારી બાજુથી સ્પષ્ટ થઈ ગયું છે કે જે સ્થિતિ સર્જાઇ છે તેના માટે ચીન જવાબદાર છે.” લદાખમાં LAC પર ચીનની પ્રવૃત્તિઓ એપ્રિલ અને મે મહિનામાં વધી હતી, જેના કારણે અમારા સૈનિકોને સામાન્ય પેટ્રોલિંગમાં મુશ્કેલી આવી હતી અને તણાવની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here