રિલેશનશિપ : ગીતા બસરાએ કહ્યું- ફિલ્મના પોસ્ટરમાં મને જોઈને પ્રેમ કરવા લાગ્યા હતા હરભજન સિંહ

0
7

એક્ટ્રેસ ગીતા બસરાએ હરભજન સિંહ સાથેના રિલેશનશિપ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની ફિલ્મ ‘ધ ટ્રેન’નું પોસ્ટર રિલીઝ થયું હતું અને આ પોસ્ટરમાં તેને જોઈને હરભજન સિંહ તેને પ્રેમ કરવા લાગ્યા હતા. 29 ઓક્ટોબર, 2015માં બંનેએ લગ્ન કર્યા હતા. આ લગ્ન જલંધરમાં યા હતા. તેમને દીકરી હિનાયા છે અને જુલાઈમાં ગીતા બીજા બાળકને જન્મ આપશે.

એક ઈન્ટરવ્યૂમાં ગીતા બસરાએ કહ્યું હતું, ‘મારી ફિલ્મના પોસ્ટરમાં મને જોઈને હરભજને મને તરત જ પસંદ કરી લીધી હતી. ત્યારબાદ તેમણે મારા વિશે માહિતી મેળવવાની શરૂ કરી હતી. પછી મારી ફિલ્મનું ગીત ‘વો અજનબી’ રિલીઝ થયું હતું. આ પછી તેમણે એ પૂછવાનું શરૂ કર્યું કે ‘આ છોકરી કોણ છે?’ તો મેં પણ ક્યારેય કોઈ ક્રિકેટ મેચ જોઈ નહોતી. આથી મને ખ્યાલ નહોતો કે હરભજન સિંહ કોણ છે?’

ગીતાએ 2006માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ગીતાએ વર્ષ 2006માં ફિલ્મ ‘દિલ દિયા હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેની બીજી ફિલ્મ ‘ધ ટ્રેન’ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું સુપરહિટ ગીત ‘વો અજનબી’ હતું. ગીતા 2016માં છેલ્લે પંજાબી ફિલ્મમાં જોવા મળી હતી.

હરભજન પ્રોટેક્ટિવ ફાધર તથા હસબન્ડ છે
ગીતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હરભજન અત્યારે તેનું બહુ જ ધ્યાન રાખી રહ્યો છે. તે ઘણો જ કેરિંગ, બહુ જ પ્રોટેક્ટિવ ફાધર તથા હસબન્ડ છે. વધુ પડતું વિચારે છે. ઘણીવાર તો એ કહે છે કે ઓવર થિંકિંગ ના કરો. બધુ ઠીક જ છે અને ઠીક જ રહેશે. હાલના સમયે ઘણું જ ટેન્શન રહે છે. અત્યારે હરભજન તેના ભોજનથી લઈ સૂવા સુધીનું તમામ ધ્યાન રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here