રાજકોટ: ઓરેન્જ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ 40 હજારનું ઈન્જેક્શન મંગાવાયાના આક્ષેપ સાથે સગાનો હોબાળો

0
6

ઓરેન્જ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું કે સવારે 4 વાગ્યે વાત કરી હતી ત્યારે દર્દી સ્વસ્થ હતાં અને 3 કલાકમાં જ દર્દીનું મોત નીપજ્યું છે. હોસ્પિટલ દ્વારા અમને 40 હજારનું ઇન્જેક્શન લેવા માટે કહેવામાં આવ્યું હતું અને તે જ સમયે અન્ય પરિવાજનને દર્દીનું મોત થયું હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઈને પરિવારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
(હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ)

 

હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીનાં એક સગાને મોતની જાણ કર્યા બાદ બીજા સગા પાસે ઇન્જેક્શન મંગવાતા અનેક સવાલો ઉઠ્યા છે. અને મૃતકનાં સગા-સંબંધીઓનાં ટોળા ઉમટી પડતા હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, આજરોજ શહેરની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ ખાતે એક કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. જેમાં મૃતકનાં સગાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ સવારે 4 વાગ્યે વાત કરી ત્યારે દર્દી બિલકુલ સ્વસ્થ હતા.

પરિવારજનોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી
(પરિવારજનોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી)

 

ઈન્જેક્શન મંગાવ્યા બાદ દર્દીનાં મોતનાં સમાચાર હોસ્પિટલે આપ્યાં

વધુમાં તેમણે કહ્યું હતું કે, સવારે 9 વાગ્યે મારી પાસે રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હતું. પરંતુ આ અંગે મારા અન્ય સંબંધીને વાત કરતા તેમને પોણા નવ વાગ્યે દર્દીનાં મોતનાં સમાચાર હોસ્પિટલ તંત્ર દ્વારા અપાયા હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર 3 કલાક પહેલા બિલકુલ સ્વસ્થ લાગતા વ્યક્તિનું મોત થયા ઉપરાંત ઇન્જેક્શન મંગાવાયા મુદ્દે તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ પરિવારજનોએ કરી છે.

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી
(ઘટનાની જાણ થતા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી)
રાજકોટમાં આવેલી ઓરેન્જ કોવિડ હોસ્પિટલ
(રાજકોટમાં આવેલી ઓરેન્જ કોવિડ હોસ્પિટલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here