Thursday, August 11, 2022
Homeસુરત : કોરોનાગ્રસ્તના સંબંધીઓના રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માટે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ...
Array

સુરત : કોરોનાગ્રસ્તના સંબંધીઓના રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માટે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર ધરણા

- Advertisement -

સુરત. શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને  રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્સન ડોક્ટર લખી આપે છે. આ ઈન્જેક્શન સિવિલ સિવાય મળતાં નથી. જેથી છેલ્લા ચારેક દિવસથી કોરોના દર્દીના સંબંધીઓ સિવિલ હોસ્પિટલ ધક્કા ખાઈ રહ્યાં છે. આજે દર્દીના સંબંધીઓએ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર ઈન્જેક્શન માટે ઘરણાં પર બેસી ગયા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના સંબંધીઓ કહી રહ્યા છે કે,  Rmoકહે છે કે, ઉપરથી આદેશને લઈ ઇન્જેક્શન માત્ર સિવિલના દર્દીઓને જ આપવા કહેવાયું છે. બજારમાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાનું પણ સામે આવ્યું છે.રૂપિયા આપવા છતાં રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન મળતાં હોવાથી કોરોનાગ્રસ્ત દર્દીના સંબંધીઓ પરેશાન થઈ રહ્યાં છે.

જયંતિ રવિને બોલાવવાની માંગ કરી

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર ઘરણાં પર બેઠેલા કોરોનાગ્રસ્તના સંબંધીઓએ ઈન્જેક્શનની માંગ કરી છે. ઈન્જેક્શન ન મળે તો આરોગ્ય સચિવ જયંતિ રવિને બોલાવવાની માંગ કરી છે. દર્દીઓને ઈન્જેક્શનના અભાવે કંઈ થયું તો જવાબદારી કોની તેમ પણ સંબંધીઓ કહી રહ્યાં છે. દર્દીઓના સંબંધીઓની સાથે કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલ વાળા પણ સપોર્ટમાં ધરણા પર બેસી ગયા છે.જાવિદ નામના દર્દીના સંબંધીએ કહ્યું કે, છેલ્લા પાંચેક દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ પરંતુ ઈન્જેક્શન મળતાં નથી. જેથી આજે ધરણા પર બેઠા છીએ સુપરિન્ટેન્ડન્ટ અને ડીનને પણ રજૂઆત કરવામાં આવી છે.તમામ લોકોને હાલ જયંતિ રવિને મળવા માટે ક્લેક્ટર કચેરીએ મોકલવામાં આવ્યાં જોકે, અસલમ સાયકલવાલાએ ક્લેક્ટર ઓફિસ જવાની વાત નકારીને દર્દીના લિસ્ટ બનાવી ઈન્જેક્શન આપવાની ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ પાસે માંગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular